દિલ્હી-
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે મિત્રતા તોડવાની અને નવા સંબંધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હવે જીતનરામ માંઝીની પાર્ટી મહાગઠબંધનથી અલગ થઈ ગયા છે. માંઝીની પાર્ટીની કોર કમિટીએ નિર્ણય લીધો છે કે હવે તેઓ મહાગઠબંધનનો ભાગ નહીં લે. એવું માનવામાં આવે છે કે જીતનરામ માંઝી જેડીયુ સાથે જઈ શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુ છેલ્લા ઘણા મહિનાઓથી જીતનરામ માંઝીના પરત આવવાની કવાયત કરી રહ્યું છે. જેડીયુ ઈચ્છે છે કે માંઝીની પાર્ટી હમ જેડીયુમાં સંપૂર્ણ ભળી જાય, પરંતુ જો આમ ન થાય તો, માંઝીની પાર્ટી સાથે કેટલીક બેઠકો માટેનું ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહ્યું છે.માનવામાં આવે છે કે આજે મળેલી કોર કમિટીની બેઠકમાં મહાગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી તે નક્કી નથી થયું કે જીતનરામ માંઝીની પાર્ટી જેડીયુ સાથે જોડાશે કે નહીં, પરંતુ સૂત્રોનું કહેવું છે કે જેડીયુ અને માંઝી વચ્ચે ડીલ થઈ ગઈ છે.