ગાંધીનગર-
ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કોંગ્રેસ પર એક પછી એક વાર કર્યા. નીતિન પટેલે કિસાન આંદોલન મુદ્દે કોંગ્રેસ પર વાર કરતાં કહ્યુ કે લોકો નકલી ખેડૂતોને ઓળખી ગયા છે. આ પછી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પણ કોંગ્રેસ પર કટાક્ષ સહન ન થતાં વળતો પ્રહાર કરતાં કહ્યુ કે તમે પાણીમાં પૂરી તળી-તળીને તમે સત્તા પર પહોંચ્યા છો. તો તેમણે કહ્યુ કે ભાજપના રાજમાં સિંગતેલના ડબ્બાના આજે ૨૫૦૦ રૂપિયા પહોંચી ગયા છે.