ભારત -ઈંગ્લેન્ડ મેચ માટે નીતિન મેનન અને રિચર્ડ ઇલિંગવર્થ અમ્પાયર હશે


નવી દિલ્હી: ટી-૨૦ વર્લ્ડકપ 2024માં સેમિફાઇનલમાં પહોંચનારી ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. બંને સેમિફાઇનલ મેચો 27 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 અને રાત્રે 8 વાગ્યે રમાશે.આઇસીસી એ અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ સેમી ફાઈનલ માટે ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફની અને ઓસ્ટ્રેલિયાના રોડની ટકરને આ સેમીફાઈનલ મેચો માટે અમ્પાયરોની સત્તાવાર જાહેરાત કરી છે. આ મેચ 27 જૂને સવારે 6 વાગ્યે રમાશે. વરસાદની સ્થિતિમાં આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલ મેચ માટે, ગુરુવારે પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય અમ્પાયર નીતિન મેનન અફીસીટ કરશે. જ્યારે ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થ ફિલ્ડ અમ્પાયર હશે. આ મેચ ભારતીય સમય મુજબ 27 જૂને રાત્રે 8 વાગ્યે રમાશે. વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ટીવી અમ્પાયરીગ કરનાર જોઅલ વિલ્સનને ફરી ટીવી અમ્પાયર બનાવવામાં આવ્યા છે. જ્યારે 27 જૂને ગુયાનામાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં ચોથા અમ્પાયર તરીકે પોલ રીફેલ હાજર રહેશે. આ સિવાય રિચર્ડ કેટલબોરો અફઘાનિસ્તાન-આફ્રિકા મેચમાં ટીવી અમ્પાયર હશે. જ્યારે અહેસાન રઝા ચોથા અમ્પાયર હશે. અફઘાનિસ્તાને મંગળવારે બાંગ્લાદેશ સામેની નજીકની મેચ જીતીને પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ ખરેખર એક મોટો દિવસ હતો કારણ કે આજ સુધી આ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી. વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડે સહ-યજમાન યુએસએ સામે 10 વિકેટની જીત સાથે અંતિમ ચારમાં પોતાનું સ્થાન નક્કી કર્યું, જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીત મેળવીને સુપર 8 તબક્કામાં અંતિમ સ્થાન મેળવ્યું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution