મૂળ વડોદરાના પણ છેલ્લા ૧૧ વર્ષથી ઓમાનની રાજધાની મસ્કતમાં રહેતા નેહાબેન વોરા ૧૫૦૦ કિલોમીટરની મુસાફરી કરીને ખાસ મતદાન માટે આજે વડોદરા આવ્યા હતા. મત આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, યુવા મતદારોને સંદેશ આપવા માટે વોટિંગ કરવા માટે ભારત આવવાનો ર્નિણય લીધો હતો. મતદાન એ દરેક ભારતીયનો અધિકાર છે. દરેકે અવશ્ય કરવું જાેઈએ.