ઓડિશાના વિવિધ સ્થળોએ વીજળી પડવાથી નવ લોકોના મોત નિપજ્યા

ભુવનેશ્વર:ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. શનિવારે ઓડિશાના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી નવ લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામેલા નવ લોકોમાંથી બે મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લા અને કેઓંજરમાં હતા. ખેંકનાલ અને ગંજમ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પીડિત પરિવારોને ૪ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મયુરભંજ જિલ્લામાં આદિવાસી દંપતી પર વીજળી પડતા મૃત્યુ થયું હતું. જ્યારે ભદ્રક જિલ્લામાં ૨૯ વર્ષીય અમર સેઠી અને હેમંત બારિક ખેતરોમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. કેઓંઝર જિલ્લામાં પણ વીજળી પડવાને કારણે ૧૩ વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું, જ્યારે બારગઢ જિલ્લામાં ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે. નોંધનીય છે કે, છેલ્લા ૫ વર્ષમાં ઓડિશામાં વીજળી પડવાથી ૧૦૭૪૧ મૃત્યુ નોંધાયા છે.

ઓડિશા સરકારના મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, ‘ઓડિશામાં વીજળી પડવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution