પાદરામાં કોરોનાથી વધુ બેનાં મોત નવા નવ પોઝિટિવ કેસો નોંધાયા

 પાદરા.તા.૭ 

પાદરામાં કોરોના સંદર્ભે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ પાદરા શહેર ની સ્થીતી દિન પ્રતિ દિન ખરાબ થતી જાય છે. કોરોના ની એન્ટ્રી બાદ એક દિવસમાં સૌથી વધુ નવ કેસ મંગળવારે નોંધાયા છે. પાદરામા વીતેલા ચોવીસ કલાક દરમ્યાન કોરોના ના પોઝીટીવ અને સારવાર હેઠળ વધુ ત્રણ વ્યક્તિના મોત થતા જેની આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલ નથી જ્યારે આરોગ્ય વિભાગ મંગળવારે આજે ૨ પુરુષના કોરોના થી મોત નીપજ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

પાદરામાં કોરોના નાં એક સાથે એકજ દિવસ માં સાથી વધુ ૯ કેસ નોંધાતા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૬૧ પર પહોચી ગઈ છે જ્યારે અન્ય બીજા શહેર તાલુકાના અનેક દર્દીઓ હજી વિવિધ હોસ્પીટલોમાં સારવાર હેઠળ હોય તેમ જાણવા મળેલ છે. જે તંત્ર માટે ચિંતા જનક સમાચાર કહી શકાય છે. જે આજના કોરોના પોઝીટીવ કેસના આંકડાની સ્થિતિ પાદરામાં દર બે થી ત્રણ કલાકે એક નવો કેસ કોરોના નો પોઝીટીવ હોવાનો નોંધાય રહ્યો હોય તેમ માલુમ થાય છે.જુલાઈ ના સાત દિવસમાં ૫૧ કેસ નોંધાયા અને પાદરા આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ માહિતી અનુસાર પાદરા શહેર માં ૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ મળી કુલ ૯ કેસ નોંધાયા છે. જ્યારે આરોગ્ય વિભાગે સત્તાવાર ૨ લોકો ના મૃત્યુ નીપજ્યા હોવાની માહિતી આપવામાં આવી છે જયારે આજે બીજા ૨ વ્યક્તિ સહિત એક નું શંકાસ્પદ કોરોના થી મોત નીપજ્વા સાથે ૫ લોકો ના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. પાદરા આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ મોત ૧૪ થયા હોવાનું જણાવ્યું હતું પરંતુ કોરોના ના કારણે એકજ મોત થયું હોવાનું જાણાવી બીજા અન્ય ૧૩ કોરોના પોઝીટીવ લોકોનું કો-મોર્બીડ મૃત્યુ નીપજ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. આમ હજી સરકારી ચોપડે કોરોનાં ના કારણે પાદરામાં એ કજ મોત નીપજ્યુ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution