ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત, આ તારીખ સુધી રહેશે કર્ફ્યું

અમદાવાદ-

ગુજરાતના 4 મહાનગરો માટે રાત્રી કર્ફ્યુને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે છે. ચાર મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રીના 11થી સવારે 6 સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે હવે આ કર્ફ્યું યથાવત કરતા 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુંનો અમલ કરવાનો રહેશે.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તારીખ 27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1 ફેબ્રુઆરીથી તા. 28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયું હતું જ્યારે હવે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત કરતા 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત રહેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution