નિફ્ટી આ અઠવાડિયે ૨૫,૦૦૦નો આંકડો પાર કરશે



આ અઠવાડિયે શેર માર્કેટમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો હતો. જાે કે શુક્રવારે શેરબજારમાં જાેવા મળેલા ઉછાળાને ધ્યાનમાં રાખીને કહેવાય રહ્યું છે કે નિફ્ટી આવતા અઠવાડિયે ૨૫,૦૦૦નો આંકડો પાર કરશે.ગયા અઠવાડિયે શેર બજારમાં ઉતાર-ચઢાવ જાેવા મળ્યો છે. આખા સપ્તાહ દરમિયાન થયેલ ઉતાર-ચઢાવ હોવા છતાં શુક્રવારે સેન્સેક્સ ૧,૨૯૨.૯૨ પોઈન્ટ વધીને ૮૧,૩૩૨.૭૨ પર અને નિફ્ટી ૪૨૮.૭૫ પોઈન્ટ વધીને ૨૪,૮૩૪.૮૫ પર બંધ થયો હતો. આ સતત આઠમું અઠવાડિયુ હતું જ્યારે બજાર ઉછાળા સાથે બંધ થયું હતું.આ અઠવાડિયાની શરૂઆતમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ બાદથી શેર માર્કેટમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો હતો. જાે કે શુક્રવારે શેરબજારમાં જાેવા મળેલા ઉછાળાએ રોકાણકારો અને નિષ્ણાતોમાં આશા જગાવી છે. નિષ્ણાતો માને છે કે શેરબજારમાં જે પ્રકારનું મોમેન્ટમ જાેવા મળી રહ્યું છે, નિફ્ટી આવતા સપ્તાહે ૨૫,૦૦૦નો આંકડો પાર કરશે.

નિષ્ણાતો માને છે કે શેરબજારમાં આ ઉછાળો અપેક્ષા કરતાં વધુ સારો યુએસ જીડીપી, વૈશ્વિક માંગમાં સુધારો, અને સંતુલિત બજેટને કારણે હતો. ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનું કહેવાય છે. આ સાથે બજેટમાં ઈન્ફ્રા ક્ષેત્રને બુસ્ટ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કારણોથી બજારમાં તેજી આવી છે.

જાે કે આવતા અઠવાડિયે શેરમાર્કેટ કેવું રહેશે તે ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમાં ત્રિમાસિક પરિણામો ડેટા, યુએસ ફેડ અને મ્ર્ંઈ નાણાકીય નીતિઓ, યુએસ જાેબ્સ ડેટા અને યુરોઝોન જીડીપી ડેટા સહિત વૈશ્વિક આર્થિક અપડેટ્‌સનો પણ સમાવેશ થાય છે. સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે રોકાણકારો વૈશ્વિક બજારના વલણો અને ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ પર પણ નજર રાખશે.

આ અઠવાડિયે ભારતીય શેરબજારમાં શુક્રવારે જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ ૨૪,૮૬૧ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી અને સેન્સેક્સ તેની લાઈફ ટાઈમ હાઈની નજીક બંધ રહ્યો હતો. હવે જાે બધુ સારું રહ્યું તો નિફ્ટી ૨૫,૦૦૦નો આંકડો પાર કરી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution