પ્રથમ વખત સેન્સેક્સ 60,000 ને પાર નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર 

મુંબઇ-

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60,288.12 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,900 ની ઊપર છે. જ્યારે સેન્સેક્સ 428 અંક ઉછળો અને નિફ્ટી 116 અંકો વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.65 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 428.61 અંક એટલે કે 0.72 ટકાના વધારાની સાથે 60313.97 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 116.50 અંક એટલે કે 0.65 ટકા ઉછળીને 17939.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ 0.10-1.84% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.82 ટકા વધારાની સાથે 38,083.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ શેરોમાં ઘટાડો જોવાને મળ્યો.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ગ્રાસિમ, એલએન્ડટી, ટીસીએસ અને ટેક મહિન્દ્રા 1.31-3.01 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા કંઝ્યુમર, ટાટા સ્ટીલ, એનટીપીસી, એચયુએલ અને એસબીઆઈ 0.62-1.59 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં એબી કેપિટલ, એમફેસિસ, ઓબરૉય રિયલ્ટી, ઑયલ ઈન્ડિયા અને આદિત્ય બિરલા ફેશન 1.81-3.58 ટકા સુધી ઉછળા છે. જ્યારે ઝિ એન્ટરટેનમેન્ટ, સન ટીવી નેટવર્ક, સીજી કંઝ્યુમર, બેયર કૉર્પસાઈન્સ અને જેએસડબ્લ્યુ એનર્જી 0.6-1.57 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં વી2 રિટેલ, દિલિપ બિલ્ડકૉન, બલરામપુર ચિની, મેક્સ વેંચર્સ અને મહિન્દ્રા લાઈફ 5.22-9.97 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એનએક્સડિજિટલ, ગ્લોબસ સ્પિરિટ્સ, યુનિવર્સલ કેબલ, ગોદાવરી પાવર અને ટેક્સમેકો ઈન્ફ્રા 2.31-3.23 ટકા સુધી તૂટ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution