ગુલામીકાળમાં આઝાદીની અહાલેક જગાવનાર અખબારો

રાજકીય બાબતોમાં ભારતની બહુમત પ્રજામાં નિષ્ક્રિયતા જાેવા મળે છે. બહુમત પ્રજાની આ નિષ્ક્રિયતા માટે શબ્દ છે સાઇલેન્ટ મેજાેરિટી. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતનો પહેલો સશસ્ત્ર સ્વતંત્રતા સંગ્રામ નિષ્ફળ ગયો તેમાં આ નિષ્ક્રિય સાઇલેન્ટ મેજાેરિટી પણ એક કારણ છે.૧૮૫૭માં નિષ્ફળ ગયેલા સંગ્રામ બાદ આ સાઇલેન્ટ મેજાેરિટીને ઢંઢોળીને જગાડવાની જરૂર હતી. વિદેશી સત્તાને ભારતમાંથી હાંકી કાઢવા બહુમત પ્રજાને એક સાથે જાેડવાની જરુર હતી. આઝાદી પૂર્વેના અખબારો અને પત્રકારોએ આ પડકાર ઝીલ્યો. દેશદાઝથી થનગનતા ગુલામ ભારતના બુદ્ધિજીવીઓ કલમ થકી ક્રાંતિ સર્જવા મચી પડ્યાં હતાં.

ભારતની ગુલામ પ્રજામાં દેશભક્તિની અસ્મિતા જગાવવા ગુલામ ભારતના અખબારો આઝાદીથી લખી રહ્યા હતા. અંગ્રેજ સરકારે જાેયું કે તલવાર કરતાં ભારતીય પત્રકારોની કલમ વધુ ધારદાર છે. અંગ્રેજાેને ભારતીય અખબારોનો ડર લાગવા લાગ્યો. ભારતના અખબારો ઉપર અંકુશ લાવવા અંગ્રેજાેએ વર્ષ ૧૮૭૮માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કર્યો. કાયદા દ્વારા ભારતીય પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી. ભારતીય અખબારોની અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ ગઈ. બ્રિટિશ શાસનની ટીકા કરવી કે કોઈ નીતિને અસ્વીકારતું છાપવું ગુનો ગણાતો.

બાળગંગાધર તિલક દ્વારા વર્નાક્યુલર પ્રેસ એક્ટની પરવાહ કર્યા વગર વર્ષ ૧૮૮૧માં મરાઠી સાપ્તાહિક ‘કેસરી’ની શરૂઆત કરવામાં આવી. તે સમયે અંગ્રેજાે સામે જયારે કોઈ એક હરફ ઉચ્ચારવાની હિંમત નહતું કરતું ત્યારે લોકમાન્ય તિલકે ‘કેસરી’ના પ્રથમ અંકમાં લખ્યું કે.. જેવી રીતે સ્ટ્રીટ લાઇટની મોજુદગી અંધારી શેરીઓમાં બનતી કોઈ પણ ખોટી ઘટનાને ઉજાગર કરે છે. જેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ અન્યાયને પકડી પડે છે. તેવી જ રીતે મારો તંત્રી લેખ સરકારના અન્યાય અને વહીવટી તંત્રની ગેરરીતિઓને ઉજાગર કરે છે.

બાળગંગાધર તિલક દ્વારા ગોપાલ અગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળીને મરાઠીમાં ‘કેસરી’ અને અંગ્રેજીમાં ‘મહારત’ તેમ બે અખબાર પ્રસિદ્ધ થવા લાગ્યાં. લોકમાન્ય તિલક સાથે પત્રકારિત્વમાં જાેડાનારા બંને સ્વતંત્રતા ચળવળમાં જાણિતા ચહેરા હતાં. બંને અખબાર નિયમિતપણે રાષ્ટ્રવાદી લેખ પ્રકાશિત કરતા હતાં. અંગ્રેજાેના કોઈ ડર વગર સમાચારમાં તેમની ટીકા કરવામાં આવતી હતી. લોકમાન્ય તિલકના અખબારોએ ગુલામ ભારતના ઘણા પત્રકારો અને લેખકોની હિંમત ખોલી નાંખી. સ્થાનિક અખબારો ર્નિભયપણે અંગ્રેજાે વિરુદ્ધ છાપી સાઇલેન્ટ મેજાેરિટીને ઢંઢોળવા લાગ્યાં.

અંગ્રેજાેએ કોલ્હાપુરમાં નાના રાજા શિવાજી છઠ્ઠાને ‘પાગલ’ જાહેર કર્યા. ત્યારે બાળગંગાધરે તિલક ‘કેસરી’ અને ‘મહારત’ દ્વારા નાના રાજા શિવાજી છઠ્ઠાના પત્રો પ્રકાશિત કરવામાં આવ્યાં. જેમાં શિવાજી છઠ્ઠાને અંગ્રેજાેએ ઝેર આપવાની યોજના બનાવી હોવાનો પણ ઉલ્લેખ હતો. તિલકના નિર્ભીક પત્રકારિત્વએ ભારતીય અખબાર જગતમાં પ્રાણ ફૂંક્યા.

તે બાદ દેશના અનેક અખબારો સ્વરાજની માંગણી કરતા રાષ્ટ્રવાદી લેખો પ્રકાશિત કરવા માંડ્યાં. બ્રિટિશ શાસનની ટીકા કરી ભારતીય પ્રજાને ખુલ્લેઆમ વિરોધ કરવા અખબારો દ્વારા આહવાન થવા લાગ્યું. ત્યારના અખબારો અને તંત્રીઓએ અંગ્રેજાેના ગુસ્સાનું જાેખમ વહોરી લીધું સાથે પોતાનો જીવ પણ જાેખમમાં મૂક્યો.

ગુલામ ભારતમાં બીજા નિર્ભીક પત્રકાર હતા સુબ્રમણ્યમ ઐયર. તેમણે ભારતની સુશુુપ્ત પ્રજાને જગાડવા અખબારનો સહારો લેવાનું નક્કી કર્યું. સુબ્રમણ્યમ ઐયર દ્વારા આઝાદીની લડાઈ કલમ દ્વારા લડવા માટે અંગ્રેજી ભાષામાં ‘ધ હિંદુ’ અખબારની સ્થાપના કરવામાં આવી. અને તેની સાથે તમિલ લોકો માટે સ્થાનિક ભાષાનું સૌપ્રથમ અખબાર ‘સ્વદેશમિત્રન’ શરુ કરાયું.

સુબ્રમણ્યમ ઐયરની લખવામાં ફાવટ અંગ્રેજી ભાષામાં હતી. પરંતુ પ્રજાને આઝાદીની લડાઈમાં જાેડવાની હતી તેથી તમિલ લોકોમાં દેશભક્તિની ભાવના જગાડવા અને સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ લખવા માટે ‘ધ હિંદ’ુના ચાર વર્ષ પછી ‘સ્વદેશમિત્રન’ શરૂ કર્યું . અંગ્રેજાેએ તેમની સામે રાજદ્રોહનો કેસ કરી જેલમાં ધકેલી દીધાં.

ભારતનં પૂર્વ ભાગ ક્રાંતિકારીઓનો ગઢ ગણવામાં આવતો હતો. ત્યારે બંગાળમાં બે ભાઈઓ શિશિર કુમાર અને મોતીલાલ દ્વારા ‘અમૃત બજાર પત્રિકા’ નામે અખબાર શરુ કરાયું. જે મૂળ બંગાળીમાં અને પછી અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું. નાણાંનો અભાવ હતો પરંતુ લડવાના જુસ્સાનો નહીં. બંને ભાઈઓ દ્વારા લાકડાના પ્રેસ દ્વારા છાપકામ કરવામાં આવતું. માત્ર ૩૨ રૂપિયાથી શરુ કરવામાં આવેલા અખબારના પત્રકારોને લોર્ડ લેન્સડાઉનની ઓફિસની કચરા પેટીમાંથી એક ફાટેલો પત્ર હાંસિલ કરી લેવામાં સફળતા મળી. જેમાં કાશ્મીર ઉપર કબ્જાે કરવાની યોજનાની વિગતો હતી. બંને ભાઈઓએ પત્રકારો સાથે મળી ફાટેલો પત્ર ગોઠવી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

વર્ષ ૧૮૯૭માં જ્યારે લોકમાન્ય તિલકની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી ત્યારે સજા સંભળાવનાર ન્યાયાધીશ વિરુદ્ધ બંને ભાઈઓના અખબારમાં એક તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. શિશિર કુમારે તેમના લખાણો દ્વારા ભારતીયોને આર્થિક શોષણમાંથી બહાર કાઢી સરકારના વહીવટમાં સામેલ કરવા અભિયાન ચલાવ્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝ જયારે કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે અંગ્રેજાેના વિરોધ બાદલ તેમને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. શિશિર કુમાર તે સમયે નેતાજીના સમર્થનમાં આવ્યાં અને અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા. તેની અસર એટલી થઈ કે આખરે કોલેજે નેતાજીને ફરીથી કોલેજમાં લેવા પડ્યાં.

આજના કેરળમાં અબ્દુલ ખાદર મૌલવીની માલિકીથી ‘સ્વદેશાભિમાની’ નામથી અખબાર શરુ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ પિલ્લઈ તેના તંત્રી હતાં. તેમના લેખોએ સામાજિક પરિવર્તન માટે ક્રાંતિ જગાવી. ૧૯૧૦માં બ્રિટિશરો દ્વારા અખબારને જપ્ત કરી લેવામાં હતું, રામકૃષ્ણ પિલ્લઈની ધરપકડ કરવામાં આવી. જ્યાં તેમણે જેલમાં રહીને પણ નાગરિક અધિકારો માટે લખવાનું સતત ચાલું રાખ્યું.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક મદનમોહન માલવિયાએ મોતીલાલ નેહરુ સાથે મળીને ‘ધ લીડર’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું હતું. આ પ્રકાશન સતત મહાત્મા ગાંધીના વિચારો અને લેખ પ્રસિદ્ધ કરતું રહેતું. તે યુગના લખાણો આઝાદીની લડાઈમાં આમ પ્રજાને જાેડવા માટે પાયાનો પથ્થર બન્યાં હતાં. સાઇલેન્ટ મેજાેરિટી અહિંસક આઝાદીની લડાઈમાં જાેતરાઈ તે પાછળ ગુલામ ભારતના આઝાદ અખબારો અને પત્રકારોનું મોટું યોગદાન રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution