ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ ગેરકાયદેસર ઃમુક્ત કરવા માટે સુપ્રીમનો નિર્દેશ

ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ ગેરકાયદેસર ઃમુક્ત કરવા માટે સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હી :

કેન્દ્ર સરકારની છબી બગડે એવું પત્રકારત્વ કરનારા માટે કિન્નાખોરી રાખી તેમની સામે સરકારી એજન્સીઓના દુરઉપયોગ દ્વારા દબાણ લાવવાનો અને જરૂર પડે એવી સમાચાર સંસ્થાઓના સંચાલકો-પત્રકારોને કોઈ કાયદાની આડમાં જેલમાં ધકેલી દેવાની પ્રવૃત્તિ સામે આજે સર્વાચ્ચ અદાલતે લાલ આંખ બતાવી હતી. આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે આજે ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેંચે એમ પણ કહ્યું હતું કે પુરકાયસ્થની ધરપકડ અને ત્યારબાદ તેમની અટકાયત કાયદાની નજરમાં ગેરકાયદેસર હતી.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે પુરકાયસ્થની ધરપકડ સમયે તે જણાવવામાં આવ્યું ન હતું કે તેનો આધાર શું હતો. આ કારણે ધરપકડ રદ કરવામાં આવી છે.કોર્ટે કહ્યું કે પ્રબીર પુરકાયસ્થ નીચલી અદાલત દ્વારા નક્કી કરાયેલ બોન્ડની રકમ જમા કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત થઈ શકે છે.પુરકાયસ્થને ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન પાસેથી ગેરકાયદેસર ભંડોળ લેવાના આરોપમાં ેંછઁછ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.પ્રબીર પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલને કસ્ટડીમાં લેવાતી વખતે ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી ન હતી, જ્યારે આ માહિતી લેખિતમાં આપવી જાેઈતી હતી.જાે કે, દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જણાવ્યું હતું કે પુરકાયસ્થને જાણ કરવામાં આવી હતી કે તેમની ધરપકડ કયા આધાર પર કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution