નવી દિલ્હી
ન્યૂઝીલેન્ડે મહેમાન ટીમ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટેસ્ટમાં 1 ઇનિંગ્સ અને 12 રને હરાવી 2-0થી સીરિઝ જીતી લીધી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ પહેલીવાર ICC વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. ન્યૂઝીલેન્ડની ટીમ બીજી મેચ પહેલાં નંબર-2 હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા નંબર-1 અને ટીમ ઇન્ડિયા નંબર-3 પર હતી.
ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગ્સમાં 460 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ 131 રનમાં ઓલઆઉટ થતા કિવિઝે 329 રનની લીડ મેળવી ફોલોઓન કરવાનો નિર્ણય લીધો હતો. ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલા વિન્ડિઝનો સ્કોર 244/6 હતો. વિન્ડિઝ બીજા દાવમાં 317 રન જ બનાવી શકી હતી.
કિવિઝ માટે નીલ વેગનર અને ટ્રેન્ટ બોલ્ટે 3-3 વિકેટ લીધી. જ્યારે ટિમ સાઉથીએ 2 વિકેટ ઝડપી. પહેલી ઇનિંગ્સમાં 174 રન બનાવનાર હેનરી નિકોલ્સ મેન ઓફ ધ મેચ અને કાઈલ જેમિસન પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરાયો. જેમિસને 2 મેચની સીરિઝમાં 11 વિકેટ લીધી અને 71 રન બનાવ્યા.