ન્યુયોર્ક શહેરને 9/11ની યાદમાં બ્લુ લાઇટથી પ્રકાશિત કરવામાં આવ્યું

ન્યુયોર્ક-

અમેરિકામાં 9/11 ના આતંકવાદી હુમલોની 19 મી વર્ષગાંઠ પર ન્યૂ યોર્ક શહેરને બ્લુ લાઇટથી પ્રકાશીત કરી દીધુ છે. શહેરની બે પ્રખ્યાત ઇમારતોથી આકાશમાં જતા બે બીમ લાઇટ્સ યાદ અપાવે છે કે આતંકવાદી હુમલામાં અમેરિકાએ તેના લોકો ગુમાવ્યા હતા. એક બીમ લાઇટ 'એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર' પર સ્થાપિત કરવામાં આવી છે અને બીજી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર. બ્લુ લાઈટ દ્વારા સંદેશ આપતા અમેરિકા કહી રહ્યો છે કે આ પ્રકાશ આપણી એકતા અને શક્તિની યાદ અપાવે છે.

આ ફોટા 9/11 મેમોરિયલ અને મ્યુઝિયમના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. ટ્વિટમાં લખ્યું છે કે આજની રાત, ન્યુ યોર્ક સિટીના આકાશમાંથી આ પ્રકાશ દ્વારા, અમને તે નિર્દોષ લોકો યાદ આવે છે, જેઓને 19 વર્ષ પહેલાં અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા. આપણે અંધારામાં ચમકવું.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution