તમે પિઝ્ઝા તો ખૂબ જ ખાધા હશે, ખાસ કરીને જ્યારે બાળક સાથે બહાર જાઓ ત્યારે બાળક પિઝ્ઝાની જ ડિમાન્ડ કરે છે, પરંતુ અનહેલ્ધી હોવાથી તમે ના પાડી દો છે પરંતુ આજે અમે તમને પિઝ્ઝાની એક એવી વાનગી જણાવીશું જેને તમે સરળતાથી પોતાના બાળકોને ખવડાવી શકશો…
સામગ્રી:
૨ કપ ઇડલી ઢોંસાનું બેટર,અડધો કપ છીણેલું ચીઝ,એક નાનો કપ કાપેલી ઝીણી ડુંગળી
એક નાનું ટામેટું ઝીણું કાપેલું ,એક નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ,૨ મોટી ચમચી સ્વીટ કોર્ન (બાફેલા),૨ ચમચી ગાજર (ઝીણા સમારેલા),૨ ચમચી ચિલી સોસ,૨ ચમચી ટામેટો સોસ,૧ નાની ચમચી પીસેલા કાળા મરી,૨-૩ મોટી ચમચી તેલ
આ રીતે બનાવો:
બધા જ શાકભાજીને કાપીને મિક્સ કરી લો. હવે એક તવા અથવા તો પેનને ગરમ કરો અને એક મોટી ચમચી બેટર નાંખીને મોટા ઢોંસા ઉતારો, તેને વધુ પાતળો ના થવા દો.ઢોંસાની ઉપર ટોમેટો સોસ અને ચિલી સોસ નાંખીને ફેલાવી દો. કાપેલી શાકભાજી નાંખીને પૂરી ફેલાવી દો, પછી કાળા મરીનો પાવડર અને મીઠું નાખીને દો.છીણું સમારેલું ચીઝ નાખીને ફેલાવી દો અને ઢાંકળ નાંખીને બંધ કરી દો. ધીમા તાપે ૧-૨ મિનિટ સુધી થવા દો અને ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો.ઢાંકળ ખોલીને પિઝ્ઝાને તવામાંથી પ્લેટમાં નીકાળી લો અને ટુકડા કરીને ટોમેટા સોસની સાથે સર્વ કરો. આ રીતે બેટરથી પિઝ્ઝા ઢોંસા બનાલી લો અને ગરમાગરમ સર્વ કરો.