નવી દિલ્હી -
અમેરીકા અને બ્રિટન જેવા દેશોમાં કોરોના રસીકરણ શરુ થઈ ગયું છે, અને આગામી ૧૬મીથી ભારતમાં પણ શરુ થવાનું છે ત્યારે, કોરોના વાયરસ સતત પોતાનું સ્વરુપ બદલીને વૈજ્ઞાનિકોને મથાવી રહ્યો છે. જાપાનમાં હવે એક નવા પ્રકારનો કોરોના વાયરસનો નવો વેરીઅન્ટ મળી આવ્યો છે અને આ વેરીઅન્ટ બ્રિટન કે આફ્રિકાના સ્ટ્રેનથી તદ્દન અલગ હોવાના હેવાલ મળી રહ્યા છે.
જાપાનમાં આ નવો સ્ટ્રેન બ્રાઝિલથી પહોંચ્યો હોવાનું મનાય છે. જાપાન સરકારે કહ્યું છે કે, આ નવો સ્ટ્રેન ચાર જણામાં મળ્યો છે. જાપાનમાં જ આ પહેલા બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન પણ મળ્યા હતા, જેના આશરે ૩૦ જેટલા કેસ મળ્યા હતા. દુનિયાભરમાં કોરોનાના ૯રકરોડ,૬ લાખ, ૮૮ હજાર,૭૩૩ કેસો નોંધાઈ ચૂક્યા છે અને આ પૈકી અત્યાર સુધી ૧૯ લાખ, ૪૩ હજાર, ૯૦ લોકો મોતને ભેટ્યા છે. ૬ કરોડ, ૪૮ લાખ, ૧૧ હજાર ૩૮૦ લોકો સાજા થઈ ચૂક્યા છે.