H1B વિઝા માટે અમેરિકાનો નવો પ્રસ્તાવ, હજારો ભારતીયોની નોકરીઓ પર સંકટ

ન્યુયોર્ક-

અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે H1B વિઝા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં અમેરિકી વિદેશ વિભાગે H1B સ્પેશિયાલિટી અસ્થાયી બિઝનેસ વિઝા જારી ન કરવા માટે સરકારને કહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આ પ્રસ્તાવને મંજૂરી આપી દે તો ભારતીયો પર ખાસ કરીને આની અસર થશે. આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી લગભગ 8000 વિદેશી કામદાર દર વર્ષે પ્રભાવિત થશે. જેમાં મોટાભાગની સંખ્યા ભારતના લોકોની જ હશે. ખાસ કરીને એ કંપનીઓ પર પણ અસર થશે જે H1B વિઝા પર ટેકનિકલ પ્રોફેશનલ્સને અમેરિકા મોકલે છે.

એચ-૧ બી વિઝા અમેરિકી કંપનીઓને દેશમાં ટેકનિકલ પ્રોફેશનલ્સને નાના કાર્યકાળ માટે બોલાવવા અને સાઈટ પર જઈને કામ કરવાની મંજૂરી આપે છે. અમેરિક વિદેશ વિભાગનુ કહેવુ છે કે નવા પ્રસ્તાવ મંજૂર થવા પર અમેરિકી કંપનીઓને પોતાના શ્રમિકોને પ્રોત્સાહિત કરવાનો મોકો મળશે. અમેરિકાાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે માટે આ પગલાંને ચૂંટણી સાથે જાેડીને જાેવામાં આવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારનુ વલણ એચ ૧બી વિઝા માટે સતત કડક રહ્ય્š છે. આ મહિને ટ્રમ્પ પ્રશાસને સ્થાનિક કામદારોની સુરક્ષા માટે ચૂંટણી પહેલા એચ૧બી વિઝા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. નવા નિયમોમાં ભથ્થા સાથે જાેડાયેલ પેરામીટર્સ વધારી દીધા છે. કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને કામ પર રાખવાની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસે ફ્રૉડ ડિટેક્શન ફોર્સને વધુ અધિકાર આપ્યા છે. આનાથી હવે વિઝા મંજૂરી પહેલા થતી તપાસ વધુ કડક થઈ જશે. વ્હાઈટ હાઉસના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ H1B વિઝા સાથે જાે઼ાયેલ બે ઈન્ટેરિમ ફાઈનલ રુલ્સ(આઈએફઆર) દ્વારા આ ફેરફાર કર્યા છે. આ સાથે સાથે નવા નિયમમાં થર્ડ પાર્ટી ક્લાયન્ટ તરીકે નિયુક્ત કરાતા કર્મચારીઓના વિઝાના માન્ય રહેવાનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution