ન્યૂ સેન્સેશન દુઆ લિપા

સરળ, આસાન, ઉર્જાથી ભરપૂર અને લોકોના મોંઢે ચડતા ગીતોનું બીજું નામ છે પૉપ સોંગ્સ. પૉપ સોંગ્સ ક્લાસિક રોકથી લઈને સમકાલીન સંગીતનું મુખ્ય સ્વરૂપ છે. પોપ કલ્ચરે આ દુનિયાને ઘણા મહાન ગાયકો પણ આપ્યા છે, પણ એક સિંગર એવી છે જેણે ગીતો ચોરી કરવાના આરોપોથી માંડીને ઓનલાઇન બુલલિંગનો સામનો કરવો પડ્યો છે! પછી એક દિવસ તેમનો બઝ ઇન્ટરનેટ પર દેખાયો. પ્રથમ શોની જ બધી ટિકિટો વેચાઈ ગઈ, હાઉસફૂલ. સાત વખત બ્રિટ એવોર્ડ અને ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીત્યો. કોરોના સમયગાળા દરમિયાન, ચાહકો તેને 'કોવિડ ક્વીન' કહેવા લાગ્યા હતા. આજે આપણે વાત કરી રહ્યા છીએ, ન્યૂ જનરેશનની પૉપ સન્સેશન દુઆ લિપા વિશે. દુઆ લિપાનો કોન્સર્ટ 30મી નવેમ્બરે મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહ્યો છે.

દુઆ લિપા કોણ છે?

22 ઓગસ્ટ 1995ના રોજ લંડનમાં કોસોવર અલ્બેનિયન પરિવારમાં જન્મ. પિતા ગાયક હતા અને માતા માર્કેટિંગ કંપનીમાં કામ કરતી હતી. નાનપણથી જ દુઆને ગીતો વગાડવાનો અને મોડલિંગનો શોખ હતો. મોટી થતી વખતે તેણે ગાયક પિતા પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું. જ્યારે દુઆ 11 વર્ષની હતી, ત્યારે પરિવાર કોસોવો આવીને વસી ગયો હતો, પછી જ્યારે તે 15 વર્ષની થઈ ત્યારે દુઆ પરત લંડન જતી રહી હતી. તેણે લંડનની પ્રખ્યાત સિલ્વિયા યંગ થિયેટર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જ્યાંથી તેણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવાનું નક્કી કર્યું હતું.

દુઆ મોટી થતાં તેણે પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે પીવનનિર્વાહનું પ્રશ્ન હતો, રેસ્ટોરાંથી કામની શરૂઆત કરી. પહેલી જોબ વેઈટર તરીકે હતી. સપનાને સાકાર કરવા દુઆએ વેઇટરની જોબ સાથે એક મોડેલ તરીકે આગક વધવાના સપના જોવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન, દુઆએ યુ ટ્યુબ અને સાઉન્ડક્લાઉડ (જે મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે) પર વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. પોતે ગાયેલા ગીતોના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2013માં માત્ર 18 વર્ષની ઉંમરે દુઆએ એક એજન્ટ સાથે ડીલ સાઈન કરી હતી. બસ, અહીંથી તેનો સિતારો ચમકવાનો હતો. પછીના વર્ષે વોર્નર બ્રધર્સ સાથે બીજી રેકોર્ડ ડીલ સાઈન કરી હતી. થોડા જ અરસામાં દુઆની સંગીત કરીઅરે ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2015માં દુઆએ "ન્યૂ લવ" અને "બી ધ વન" જેવા ગીતો ગાયા, જ્યાંથી દુઆને યુરોપમાં ખ્યાતિ મળવા લાગી હતી.

2017માં દુઆએ તેનું સ્વ-શીર્ષક આલ્બમ બહાર પાડ્યું હતું. (સ્વ-શીર્ષક આલ્બમ એક એવું આલ્બમ હોય છે, જેનું નામ તેને બનાવનાર કલાકાર અથવા બેન્ડના નામ જેવું જ હોય). આ આલ્બમ પોપ, ડાન્સ અને R&B મ્યુઝિકનું મિક્સચર હતું. વર્ષ 2017માં દુઆએ "ન્યૂ રૂલ" અને "આઈડીજીએએફ" નામના બે ગીતો ગાયા હતા. બંને ગીતોએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી, જેમાંથી દુઆને "આઈડીજીએફ" ગીત માટે ગ્રેમી એવોર્ડ પણ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ગ્રેમી એવોર્ડ એ નેશનલ એકેડેમી ઓફ રેકોર્ડિંગ આર્ટસ એન્ડ સાયન્સ અથવા યુએસમાં લેટિન એકેડેમી ઓફ રેકોર્ડિંગ આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા દર વર્ષે આપવામાં આવતા પુરસ્કારોની શ્રેણી છે. ગ્રેમી પુરસ્કારો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે.

દુઆ લિપાની યાત્રા અહીંથી શરૂ થઈ અને આગળ વધતી રહી હતી. ક્યારેક તેને બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો, તો ક્યારેક બ્રિટિશ ફિમેલ સિંગલ આર્ટિસ્ટનો. દુઆ લિપાના ગીતો પોપ, ડિસ્કો અને આર એન્ડ બીનું સંયોજન છે. દુઆના ફેન્સનું માનવું છે કે જ્યારે તેને સાંભળીયે છીએ ત્યારે રિયલ વાઇબ ફીલ થયા છે. એનાં અવાજમાં કંઈક જાદુ છે.

દુઆ તેના ગીતોથી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. તેણીના ગીતો ઘણીવાર પ્રેમ, હાર્ટબ્રેક અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર હોય છે. તેના ચાહકો સાથે જોડાયેલા રહેવું એ દુઆની એક ખાસિયત છે. દુઆ સંગીત કરીયરથી આગળ આજે વર્લ્ડ આઇકોન બની ગઈ છે. લાખો ચાહકોની ભીડ, ખાચ-ખાચ-ખાચ… બધે કેમેરાના ઝબકારા. લોકોની ભીડ અને દરેકની જીભ પર દુઆ લિપાનું નામ. તેના ચાહકોનું માનવું છે કે દુઆ એક અદભૂત ડાન્સર પણ છે.

દુઆ લિપાને તેના પાગલપન સિવાય પણ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. દુઆ લિપાના કેટલાક વિવાદો પણ જોઈ લો.

- દુઆ લિપાના હિટ ગીત "લેવિટેટિંગ" વિરૂદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. સંગીત નિર્માતાઓ અને ગીતકારોએ દાવો કર્યો હતો કે દુઆએ તેમની કેટલીક કૃતિઓની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દાવાઓની આસપાસ કાનૂની કાર્યવાહી પણ થઈ હતી. બાદમાં કોર્ટે પૂરતા પુરાવાના અભાવે દુઆને આ તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી હતી.

- "ગ્રેટર અલ્બેનિયા" મેપ વિવાદ - દુઆએ સોશિયલ મીડિયા પર "ગ્રેટર અલ્બેનિયા" નો નકશો શેર કર્યો હતો. જે પછી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જે અલ્બેનિયન રાષ્ટ્રવાદ અને પ્રાદેશિક વિસ્તરણ સાથે સંબંધિત હતી. બાદમાં દુઆએ સ્પષ્ટ કર્યું કે તેમનો ઈરાદો કોઈપણ પ્રકારના રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાનો ન હતો. આ સાથે તેણે માફી પણ માગી હતી.

શોહરત, ચાહકો અને તમારી પાછળ દિવાનાઆની દુનિયાથી આગળ કેટલાક રૂઢિચુસ્તો પણ છે. જેમને કદાચ દુઆનું સંગીત ઓછું ગમે છે. તેઓ મીમ્સ અને રીલ્સ બનાવવામાં મશગુલ રહે છે. આવા કેટલાક મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા, જેનાથી દુઆની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. જે બાદ દુઆ લિપાએ ઓનલાઈન ટ્રોલિંગ અને મીમ્સ કલ્ચર વિશે પણ ખુલીને વાત કરી હતી.

તેણે ધ ગાર્ડિયન સાથે વાત કરતા કહ્યું હતું - લોકો મારા ડાન્સિંગ વીડિયોમાંથી નાની ક્લિપ્સ કાઢે છે અને તેમાંથી મીમ્સ બનાવે છે અને પછી, જ્યારે મેં બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો. એ જ લોકો કહેતા હતા કે હું આ પુરસ્કારને લાયક નથી. મને સ્ટેજ પર પોતાને કેવી રીતે રજૂ કરવું તે ખબર નથી. હું સફળતાને પચાવી શકીશ નહીં.

દુઆ આગળ સમજાવે છે - આ બધાથી હું ખૂબ જ પરેશાન હતી. હું ખૂબ ઉદાસ રહેતી હતી. મને ખૂબ અપમાન જેવું લાગ્યું હતું. મેં 2 વર્ષથી આ બધું સહન કર્યું છે.

દુઆએ વધુમાં જણાવ્યું હતું કે તે ઘણી વખત તેના પલંગ પરથી ઉઠી શકતી નહોતી, તે ચિંતા કરતી હતી કે લોકો તેના વિશે શું વિચારે છે.

દુઆએ ફિલ્મ 'બાર્બી'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. આમાં તેણે કેમિયો કર્યો છે. અગાઉ, તે બ્રાઇસ ડલ્લાસ હોવર્ડ, સેમ રોકવેલ, બ્રાયન ક્રેન્સ્ટન, હેનરી કેવિલ વગેરે સાથે ફિલ્મ 'આર્ગીલ'માં જોવા મળી હતી.

હવે દુઆની દિવાનગી ભારત સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં તેના કોન્સર્ટને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. એવું કહેવાય છે કે દુઆના કોન્સર્ટ દરમિયાન તમે સ્ટેજ ઉપરથી જ્યાં સુધી આંખ જોઈ શકે ત્યાં સુધી તેનાં ચાહકોને જ જોઈ શકશો. એટલી ભીડ એકથી થવાની છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution