મહિલા ટી-૨૦ એશિયા કપનું નવું શિડ્યુલ જાહેર : ભારત-પાકિસ્તાનની ટીમો 19 જુલાઈએ ટકરાશે


નવી દિલ્હી:  મહિલા ટી20 એશિયા કપ 2024 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલે શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે, જેના કારણે ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની મેચમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા શેડ્યૂલ અનુસાર આ મેચ 19 જુલાઈએ ટૂર્નામેન્ટના પહેલા દિવસે રમાશે. મહિલા ટી-૨૦ એશિયા કપ 2024 ની શરૂઆત 19 જુલાઈના રોજ પ્રાઇમ ટાઇમ સ્લોટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ સાથે થશે. જોકે. બંને ટીમો વચ્ચે દિવસની આ બીજી મેચ હશે. અગાઉના દિવસે, ટૂર્નામેન્ટની પ્રથમ મેચ સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. જ્યારે યજમાન શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ, મલેશિયા અને થાઈલેન્ડને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા શેડ્યૂલ મુજબ દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. બંને સેમી ફાઈનલ 26 જુલાઈએ રમાશે. જ્યારે ફાઈનલ 28 જુલાઈએ રમાશે. તેની અન્ય મેચોમાં ભારત 21 જુલાઈએ યુએઇ અને 23 જુલાઈએ નેપાળ સામે રમશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution