ગાંધીનગર-
રાજ્યના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકની આસપાસ રાજીનામું આપ્યું છે ત્યારથી જ નવા મુખ્ય પ્રધાન કોણ છે તે અંગેની વાતચીત વહેતી થઇ હતી પરંતુ કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની મળેલ બેઠકમાં અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે બપોરે 2:20 રાજભવન ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે.નવા સીએમ ભુપેન્દ્ર પટેલ 2.20 કલાકે શપથ લેશે, જોકે રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રધાનો બુધવારે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ શપથવિધિ કરવામાં આવશે. 2:20 કલાકે ભુપેન્દ્ર પટેલના શપથવિધી કાર્યક્રમ માં ભાજપ પક્ષે જાહેર કર્યા મુજબ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાન પણ શપથ વિધિમાં હાજર રહેશે આમ ગુજરાતના મુખ્યપ્રધાન પદના શપથ વિધિમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કર્ણાટકના મુખ્ય પ્રધાન જીવરાજભાઈ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત અને આસામના મુખ્યપ્રધાન હિમતા વિશ્વા શર્મા પણ શપથ સમારોહ દરમિયાન હાજર રહેશે.