હિન્દીભાષી નાગરિકોના મતો અંકે કરવા રાજકીય પક્ષોનું નવું ગણિત

ગાંધીનગર, રાજ્ય બહારથી રોજગારીની શોધમાં આવીને ગુજરાતમાં સ્થાયી થયેલા હિન્દી ભાષીઓ એટલે કે, ઉત્તર ભારતના રાજ્યોના નાગરિકોએ પોતાની મહેનતના જાેરે ગુજરાતના રાજકીય પક્ષોમાં પોતાનું આગવું વર્ચસ્વ અને અલગ ઓળખ ઉભી કરી છે. જેના કારણે ગુજરાતમાં સક્રિય રાજકીય પાર્ટીઓએ પણ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવા હિન્દી ભાષી રાજ્યોના વતનીઓને ઉપર હાથ અજમાવીને ટિકિટ આપી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મહાનગરપાલિકામાં આગામી તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. જેને લઈને રાજ્યના મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહીં આ વખતે મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય કેટલાક રાજ્કોય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં પોતાનું જાેર અજમાવવા માટે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવા બિન ગુજરાતી એવા હિન્દી ભાષી રાજ્યના વતનીઓને મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બનાવીને મેદાનમાં ઉતાર્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, હોય કે વિધાનસભાની કે પછી લોકસભાની ચૂંટણી હોય, તેમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ટિકિટોની વહેચણી જ્ઞાતિના સમીકરણ, જાતિના ગણિત, સ્થાનિક રાજકારણ, અનામત બેઠકો, સ્ત્રી-પુરુષ ઉમેદવારોની ટકાવારી, રાજકીય વગ અને ઉમેદવારોના લોબિંગના આધારે કરવામાં આવતી હોય છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ સંજાેગોમાં રાજકીય પક્ષો દ્વારા કેટલાક બિન ગુજરાતી એટલે કે, હિન્દીભાષી વતનીઓને ટિકિટ ફાળવીને મતોનું ગણિત અંકે કરવાનું આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનું સૌથી મહત્વનું પદ એટલે કે, રાજ્યના સમગ્ર પક્ષનું સુકાન કોઈ પાટીદાર કે ક્ષત્રિય કે ગુજરાતી વ્યક્તિને સોંપવાના બદલે મૂળ મહારાષ્ટ્રના અંગે ગુજરાતમાં સ્થાયી થયેલા ચંદ્રકાંત પાટીલને સોંપવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૯૨ બેઠકોમાંથી ૧૬ હિન્દી ભાષી ઉમેદવારોને ટિકિટ આપી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ૧૪ જેટલા હિન્દી ભાષી ઉમેદવારોને ટિકિટ આપીને મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટેનો પ્રયાસ કરાયો છે.

એક અંદાજા મુજબ ગુજરાતમાં અંદાજે ૧ કરોડથી વધુ હિન્દીભાષીઓ એટલે કે ઉત્તર ભારતના રાજ્યો કે જ્યાં હિન્દી ભાષા બોલાય છે તેવા રાજ્યના લોકો વસવાટ કરે છે. જેમાં ખાસ કરી અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં બિન ગુજરાતી એટલે કે હિન્દી ભાષીઓ રોજગારી અર્થે ગુજરાતમાં સ્થાયી થયા છે.

જાે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરના વટવા, નારોલ, અમરાઈવાડી, બાપુનગર, ચાંદખેડા, સાબરમતી અને મેઘાણીનગર જેવા વિસ્તારો આવા હિન્દી ભાષી બિન ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વસવાત કરે છે તેથી આ વિસ્તારોને હિન્દી ભાષીઓનો ગઢ મનાય રહ્યા છે. જેને કારણે ગુજરાતના મુખ્ય બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવા બિન ગુજરાતી- હિન્દી ભાષી નાગરિકો ઉપર પોતાનો હાથ અજમાવીને તેમનામાં વિશ્વાસ મૂકી ટિકિટ ફાળવી છે. જેમાં ભાજપ દ્વારા ૧૬ ઉમેદવારોને તો સામા પક્ષે કોંગ્રેસ દ્વારા પણ ૧૪ જેટલા હિન્દીભાષી ઉમેદવારોને પસંદ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.

ભાજપ દ્વારા ક્યા વોર્ડમાં કોને ટિકિટ?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જે હિન્દી ભાષી ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં અસારવામાં ઓમપ્રકાશ પ્રજાપતિ, બાપુનગર વોર્ડમાં પ્રકાશ ગુર્જર, ચાંદખેડામાં પ્રતિમા સક્સેના અને અરુણસિંહ રાજપૂત, શાહીબાગમાં પ્રતિભા જૈન, ઠક્કરનગરમાં હર્ષાબેન ગુર્જર, સરસપુર વોર્ડમાં દિનેશસિંહ કુશવાહ, કુબેરનગરમાં પવન શર્મા, સૈજપુરમાં વિનોદકુમારી ચૌધરી, બહેરામપુરામાં ભરત સરગરા, મણીનગરમાં શીતલ ડાગા, અમરાઈવાડીમાં પ્રતિભા દૂબે, ઓમપ્રકાશ બાગડી, ઓઢવમાં મીનુબેન ઠાકુર, ભાઈપુરામાં મીરા રાજપૂત અને વટવામાં સુશિલકુમાર રાજપૂત જેવા બિન ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ દ્વારા ક્યા વોર્ડમાં કોને ટિકિટ?

જયારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૪ હિન્દી ભાષી ઉમેદવારોને ટિકિટ આપી પોતાનું નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ચાંદખેડા વોર્ડમાં દિનેશ શર્મા, રાજશ્રી કેસરી, બોડકદેવમાં ચેતન શર્મા, ઠક્કર બાપાનગર વોર્ડમાં કવિતા ચેતન યાદવ (ખુશી યાદવ), બાપુનગરમાં સુરેશ તોમર, અમરાઈવાડીમાં સપના તોમર, વટવામાં પ્રિયંકા રાજપૂત, સરદારનગરમાં ઓમપ્રકાશ તિવારી, નરોડામાં કિરીટ મેવાડા, કુબેરનગરમાં નિકુલસિંહ તોમર, અસારવામાં જગદીશ માલી, શાહીબાગમાં રાજૂભાઈ જૈન, મહેન્દ્ર રાજપૂત અને રામોલ-હાથીજણમાં રવિના યાદવનું નામ ચર્ચામાં રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution