દાળ ફક્ત પ્રોટીન જ આપતી નથી. કેટલીક દાળ એવી હોય છે જે રાતે ખાવાથી ગેસ અને પેટ દર્દની સમસ્યા કરે છે. આજે એવી દાળો વિશે વાત કરીશું જેને રાતે ખાવાનું ટાળવું હિતાવહ છે.
દાળ ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જે ઘણું લાભદાયી રહે છે. પરંતુ સાથે જ સમય અને સીઝનનું ધ્યાન રાખવાનુંરહે છે. જો તમે ફક્ત પ્રોટીનન મેળવવા માટે દાળ ખાઓ છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. જાણો કઈ દાળ ક્યારે ખાવી જોઈએ.
આ દાળ ગમે ત્યારે ખાઈ શકાય છે
મગ અને મસૂરની દાળને તમે ગમે ત્યારે ખાઈ શકો છો. આ પચવામાં સરળ હોય છે. મગની દાળની તાસીર ઠંડી હોય છે. મસૂરની દાળની તાસીર ગરમ હોય છે. જ્યારે બંને દાળને મિક્સ કરાય છે ત્યારે તે પૌષ્ટિક બને છે. તેને ગમે તે સમયે ખાઈ શકાય છે. મગ અને મસૂરની દાળથી ક્યારેય ગેસ કે પેટદર્દની સમસ્યા થતી નથી.
રાતના સમયે અડદની દાળ ખાઈ શકાય અડદની છોડાવાળી દાળ તમે રાતના સમયે ભોજનમાં લઈ શકો છો. સાથે ખાસ વાત એ છે કે તેને આખા વર્ષમાં કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે.
જાણો દરેક દાળની અસર:-
મગની છોડાવાળી દાળ ગરમી અને વરસાદમાં સરળતાથી ખાઈ શકાય છે. આ ઠંડી હોય છે. તેનાથી શરીરને આરામ મળે છે.
મસૂરની દાળ એકલી બનાવીને ખાવી હોય તો શિયાળામાં ખાવી. તે ગરમ પડે છે. રાતના સમયે ખાવાથી શિયાળામાં ફાયદો થાય છે. ગરમીની સીઝનમાં રાતના સમયે પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં અડદની દાળ ન ખાવાનું ચલણ છે. તે રાતના સમયે અપચાની સમસ્યા કરે છે. પૂર્વી ઉત્તરપ્રદેશમાં અડદની દાળ રાતના સમયે શોખથી ખાવામાં આવે છે. આ દાળની શરીર પર વધારે અસર થાય છે.
ઉંમર પણ કરે છે અસર:-
અડદની દાળ, મસૂર, મગ અને રાજમા જેવા અનાજ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો રાતે ખાઈ શકે છે. આ સાથે જ તેનાથી વધારે ઊંઘ આવી શકે છે.દાળ રાતના સમયે ખાવામાં આવે તો 50 વર્ષના વ્યક્તિને રાતે ઊંઘ આવતી નથી. તેને સમસ્યા રહે છે.
આ વસ્તુઓ રાતે અચૂક ન ખાઓ:-
અડદ, છોલે, મસૂર, મગ, રાજમા કોઈ પણ સીઝનમાં કોઈ પણ ક્ષેત્રમાં રાતના સમયે ખાવાથી દૂર રહેવું. રાતે તેનું પાચન સારી રીતે થઈ શકતું નથી. તેનાથી પેટમાં ભારેપણું, ગેસ થવો, ઊંઘ પૂરી ન થવી, સવારે પેટ સાફ ન આવવું, પેટ દર્દ થવાની સમસ્યા રહે છે.