નીલ આઇલેન્ડ

લેખકઃ સુનિલ અંજારિયા | 

આજે અમારો સ્ટીમરમાં મુસાફરીનો પ્રથમ અનુભવ હતો. અગાઉથી ટિકિટ બુક કરાવી હતી. આજે નીલ આઇલેન્ડ જવા નીકળ્યાં.

મુસાફરીમાં ડોલ્ફીન, ઊડતી માછલીઓ અને અલગ અલગ રંગનાં પાણીવાળો સમુદ્ર નિહાળ્યો. ઘણોખરો સમય ડેક ઉપર જ ગાળ્યો.

લગભગ ચાર કલાક જેવી મુસાફરી હતી.

અહીંથી હજી એક નજીકના બીચ ઉપર ગયાં. દરિયો અહીં સંપૂર્ણ પારદર્શક અને સાવ છીછરો હતો. અમે સાચ ેજ એક કિલોમીટર અંદર સુધી સી વૉક કરી- કેડ સમાણાં પાણીમાં! પાણી કોઈ પણ જગ્યાએ મારી છાતીથી વધુ ઊંડું ન હતું. અહીં રેતી અગાઉના બીચ જેવી સફેદ નહીં પણ રતાશ પડતી કથ્થાઈ હતી.

આજે અમારો અહીં આખરી દિવસ હતો. અમારે અહીંની પ્રસિદ્ધ ચલથાન સો મીલ, જ્યાં રાક્ષસી કદનાં ઝાડ તેવી જ રાક્ષસી કદની કરવતો વડે વહેરાય છે અને લાકડાની વસ્તુઓ બને છે તે જાેવું હતું. કહેવાયું કે આજે એ બંધ હશે.

અમને આદિવાસી જરાવા લોકોની વસાહત અને સ્ટેગમાલાઈટ ગુફાઓ જાેવા માટે બારાતંગ જવા સવારે ૪ અથવા ૫ વાગે ઉપડતી ટુર બુક કરવા સુચવાયું. તેમની વસાહતમાં લશ્કરી પરમિશન લઈને જ જઈ શકાય છે અને તે એન્ટ્રી સવારે ૭ વાગે તો બંધ થાય છે.

અમે સવારે ૫ વાગે ઉપડયાં. પણ હું તમને ૪ વાગ્યાની ટુર લેવા કહીશ કેમકે જરાવા દેખાવાની શકયતા વહેલી સવારે વધુ હોય છે.

કેલ્શિયમ ગુફાઓ જાેઈ બારાતંગ પાછા આવવામાં ઉતાવળ અને ટેન્શન થઈ જાય છે. જાે નજીકના કહેવાતા જ્વાળામુખી જાેવા લાલચ થાય તો છેલ્લી બપોરે ૩ની સ્ટીમર પકડવી અશક્ય બને અને ત્યાં બારાતંગમાં રાત રોકવા વ્યવસ્થા નથી. વળી ટ્રાવેલવાળાઓ દ્વારા એ ટુર છેલ્લા દિવસે જ રખાય છે. તમે બોટ ચુકો તો ફ્લાઇટ પણ ચુકો.

આ મુસાફરી થકવી નાંખે તેવી છે પણ વિષુવવૃત્તિય જંગલોમાં પહાડીઓ વચ્ચે થઈ જતી હોઈ અને પછી લાઈફબોટમાં બેસી કેલસાઈટની ગુફાઓ જાેવા જવા જંગલમાં ટ્રેકિંગ પણ કરવાનું હોઈ એક નવો જ અનુભવ આપે છે.

તમારે બંધ ટેક્ષીઓના કાફલામાં મોખરે અને છેક પાછળ રહેલી લશ્કરી ટ્રક વચ્ચે રહીને જવાનું હોય છે. ટેક્ષીની બારી ખોલી શકતા નથી. જરાવા દેખાય તો જલ્દી ખબર ન પડે. મારા પુત્રએ જરાવા જાેયેલો. કોલસામાં બાળી નાખેલું હોય તેવાં અતિ કાળાં શરીર વાળો, ઝાડ પાછળ છુપાએલો. મને કદાચ એનો પગ કોહવાયેલી ઝાડની ડાળી લાગ્યો હતો એટલે મેં જાેયો કે નહીં એ માટે ચોક્કસ નથી.

દેખાય એને તીર કે કેળાંની લૂમ સાથે દેખાય પણ ખરા, પરંતુ તેઓ રસ્તા પર જલ્દી આવતા નથી. તેમની વસાહતો ખૂબ અંદર હોય છે.

ગાઢ જંગલોમાં થઈને, અમુક સમય વરસાદમાં જવાની મઝા આવી. ૩ કલાક બાદ બારાતંગ આવ્યું.

અહીં એક જગ્યાએ બોટમાં બેસી પછી જંગલોમાં થઈ કેલ્શિયમની ગુફાઓમાં જવાનું હોય છે. ગુફામાં ગાઈડ છોકરો ટોર્ચ કરી ગણેશ, કમળ, શિવલીંગ અને એવા આકારો બતાવતો હતો જે કેલ્શિયમના ચુવાટથી બન્યા છે.

એ લોકોએ આપેલી લાલચને વશ થઈ માત્ર અર્ધા કલાકમાં જ્વાળામુખી જાેવા જીપમાં ગયાં. કાંઈ નહોતું. એક મોટો રાખનો કુંડ હતો જેમાંથી પરપોટા નીકળી બુડબુડ અવાજ આવતો હતો.

પોર્ટ બ્લેર હોટલે પહોંચતાં થાકીને લોથ થયા હોઈ સુઈ ગયાં. બીજે દિવસે સવારે ફ્લાઈટમાં ચેન્નાઇ.

એરપોર્ટ ઉતરી એક મિત્રને ઘેર ચતપેટ એરિયા જવા નજીકનાં સ્ટેશનથી લોકલ પકડી. ૧૦ સ્ટેશન દૂર જવાના વ્યક્તિદીઠ ૫ રૂ. ટિકિટ!

કેટલું સસ્તું!

ચેન્નાઇમાં મરીના બીચની મુલાકાત લીધી. અન્ના દુરાઈનું સ્મારક જાેયું.

સવારે ૫.૩૦ ની ફ્લાઇટ માટે રાત્રે અઢી વાગે નીકળી ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution