સુરત-
પાંડેસરા ગોવાલક રોડ વિસ્તારમાં રહેતી અને ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી ૩૫ વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાના પડોશીએ ભાવનગરમાં રહેતા તેના પતિને મળવા માટે લઈ જવાનું કહી ચાલુ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પરણિતાની ફરિયાદ લઈ પડોશી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોવાલક રોડ દેવેન્દ્રનગર ખાતે રહેતા અને સિલાઈ કામ કરતા શશી જીતેન્દ્ર સોની (ઉ.વ.૨૦)એ તેની જ સોસાયટીમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા ઉપર દાનત બગાડી હતી. મહિલા સોસાયટીની નાકા પાસે ચાની લારી ચલાવતી હોવાથી અવાર નવાર તેની લારી ઉપર ચા પીવાને બહાને જઈ બેસતો હતો.
શશી સોસાયટીમાં જ રહેતો હોવાથી પરણિતા તેની સાથે વાતચીત કરતી હતી. દરમિયાન પરિણીતાએ તેનો પતિ ભાવનગર ગયો હોવાથી તેને મળવા જવાની વાત કરતા શશી પણ તેની સાથે ગયો હતો. બસમાં જતી વખતે શશીએ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં બંને જણા એકલા હોવાનો મોકાનો પાયદો ઉઠાવી પરણિતાને ચપ્પુ બતાવી તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ગત તા ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯, ૫ ઓક્ટોબર ૨૦૧૯ અને ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ સુરતથી લકઝરી બસમાં સ્લિપિંગ કોચમાં તેમજ ઘરમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સિલાઈ કામ કરતા શશી સોની સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.