દિલ્હી-
પૂર્વ દિલ્હીના મયુર વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. DCP પ્રિયંકા કશ્યપે જણાવ્યું હતું કે, બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોક્સો, દુષ્કર્મ, એસસી-એસટી એક્ટ સહિત અનેક સંબંધિત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ હવે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ 34 વર્ષીય સંમુગન તરીકે થઈ છે. તે પણ પરિણીત છે. આરોપી પીડિત યુવતીના પડોશમાં રહે છે. DCPના જણાવ્યા અનુસાર, બાળકીને વધુ સારી સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. બાળકી બુધવારે સાંજે ઘરની બહાર રમી રહી હતી. ત્યારે સમમુગને છોકરીને લાલચ આપી અને તેના પર દુષ્કર્મનો ગુનો કર્યા બાદ ભાગી ગયો હતો. જ્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરોએ દુષ્કર્મની પુષ્ટિ કરી હતી. આ પછી પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.