ચોમાસાની ઋતુ છે. બદલાતા હવામાનના કારણે ટ્રાફિકને પણ અસર થઈ રહી છે. લોકોને રોડ માર્ગો પર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે હવાઈ મુસાફરીની સ્થિતિ પણ એવી છે કે ફ્લાઈટ્સ મોડી ઉપડી રહી છે. તાજેતરમાં અભિનેત્રી નેહા ધૂપિયા અને તેના પરિવારને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નેહા ધૂપિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવ્યું છે કે તેમની ફ્લાઇટ સાત કલાક મોડી પડી હતી.નેહા ધૂપિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી છે. તેની સાથે લખવામાં આવ્યું છે કે, ‘જ્યારે ફ્લાઇટ સાત કલાક મોડી પડી ત્યારે મારે ઘણા મૂડમાંથી પસાર થવું પડ્યું. અભિનેત્રીએ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેનો પતિ અંગદ અને બાળકો જાેવા મળે છે. તે તેના બાળકો સાથે એરપોર્ટ લાઉન્જમાં રાહ જાેતી જાેવા મળે છે.પ્રથમ તસવીરમાં નેહા ધૂપિયા તેના પતિ અંગદને ગળે લગાવતી જાેવા મળે છે. લાઉન્જ વિસ્તારની બહાર એક સુંદર દૃશ્ય છે. બીજી તસવીરમાં નેહા તેના પતિ અને બાળકો સાથે સોફા પર આરામ કરતી જાેવા મળે છે. તસવીરમાં તેનો પુત્ર બહાર વરસાદને જાેતો જાેવા મળે છે.નેહા ધૂપિયાની આ પોસ્ટ પર યુઝર્સની કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘જાે ફ્લાઇટ લેટ થાય તો તમે નસીબદાર છો કે ઓછામાં ઓછા તમે વીઆઇપી લોન્જમાં બેઠા છો.’