બીજિંગ-
કોરોના બાદ ચીનની વધુ એક બેદરકારી સામે આવી છે. ચીનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લીકેજની જાણકારી મળી છે. હવે અમેરિકન સરકાર છેલ્લા એક અઠવાડિયાથી આ રિપોર્ટને લઇને તપાસમાં લાગી છે. ઉલ્લેખનીય છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ફ્રાન્સની એક કંપની પણ ભાગીદાર હતી. આ કંપનીએ લીકેજના કારણે સંભવિત રેડિયોલોજીકલ ખતરાને લઇને ચેતવણી આપી હતી. અમેરિકન અધિકારીઓથી મળેલી જાણકારી અને મુદ્દાથી સંબંધિત દસ્તાવેજાેને જાેયા બાદ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.
ફ્રેન્ચ કંપનીએ એ પણ જણાવ્યું કે ચીનના ગુઆંગદોંગ પ્રાંતમાં રહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાંક બંધ ના થઈ જાય. આ પહેલા જ ચીની સુરક્ષા અધિકારીઓએ આની બહાર રેડિએશનની પરવાનગી મર્યાદા વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચ કંપનીએ આ સંબંધમાં યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જીને પત્ર લખ્યો છે. ફ્રાન્સની કંપની ફ્રામાટોમ તરફથી મળેલા આ પત્ર છતાં બાઇડેન સરકારને અત્યારે એવું લાગી રહ્યું છે કે ન્યુક્લિયર પ્લાન્ટમાં અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન સ્થિતિ પ્લાન્ટમાં કામ કરનારા અને ચીની નાગરિકો માટે ખતરો પેદા નથી કરી રહી. જાે કે એ અજીબ છે કે એક વિદેશી કંપની અમેરિકન સરકાર પાસે મદદ માંગી રહી છે, જ્યારે તેના ચીની પાર્ટનરને આ સમસ્યા વિશે અત્યાર સુધી કોઈ જાણકારી નથી. ફ્રાન્સની કંપનીની સાથે ચીને વર્ષ ૨૦૦૯માં તાઇશન પ્લાન્ટનું નિર્માણ કર્યું હતુ, ત્યારબાદ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં અહીં વીજળી ઉત્પાદન શરૂ થયું હતુ. તેમ છતાં સ્થિતિ ભલે ખતરનાક ના હોય, પરંતુ આ મુદ્દો ચિંતાજનક તો છે જ.