ગુજરાતી મૂળના નીરજ અંતાણી ઓહિયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા

દિલ્હી-

ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને 29 વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને પરાજિત કરી ઓહિયો સ્ટેટ સેનેટના છઠ્ઠા ડિસ્ટ્રિક્ટના સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ જિલ્લામાં મોન્ટગોમરી કાઉન્ટીના મોટાભાગના હિસ્સાનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ કર્યા પછી નીરજ અંતાણી ઓહિયોની સેનેટમાં પહેલા ભારતીય મૂળના સેનેટર બન્યાનો ઇતિહાસ રચશે.

ચૂંટણીનાં પરિણામ બાદ અંતાણીએ જણાવ્યું હતું કે, હું જે સમાજમાં જન્મ્યો અને ઉછર્યો તેના સમર્થન માટે ઘણો આભારી છું. મારા દાદા-દાદી તેમના મોટાભાગનું જીવન બ્રિટિશ શાસિત ભારતમાં જીવ્યાં હતાં. સાત દાયકા પહેલાં તેમને આઝાદી મળી હતી. તેમનો પૌત્ર અમેરિકાની સ્ટેટ સેનેટમાં સેનેટર તરીકે ચૂંટાઇ આવે તે અમેરિકાની સુંદરતા છે. મારા પર મૂકેલા વિશ્વાસ માટે હું મતદારોનો આભાર માનું છું. હું રાજ્યની સેનેટમાં તેમનો અવાજ બનીશ.

અમેરિકાની ચૂંટણીમાં સલામ બોમ્બે ફેઇમ મીરા નાયરના પુત્ર જાેહરાન મમદાનીએ ઇતિહાસ રચ્યો છે. જાેહરાન ન્યૂયોર્કના ૩૬મા એસેમ્બ્લી જિલ્લા એસ્ટોરિયાના પ્રતિનિધિ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. મમદાનીએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, મારા વિજયની સત્તાવાર ઘોષણા થઇ ચૂકી છે. હું અમીરો પર ટેક્સ લગાવવા, ગરીબોનાં કલ્યાણ અને સમાજવાદી ન્યૂયોર્કનાં નિર્માણ માટે અલ્બાની જઇ રહ્યો છું. આ કામ હું એકલો કરી શકતો નથી. આવો આપણે બધા આ આંદોલનમાં એકસાથે જાેડાઇએ.

અમેરિકામાં ચૂંટણીમાં ઓહિયો સ્ટેટમાં ભુજના ૨૯ વર્ષીય નાગર યુવાન નીરજ અંતાણી રિપબ્લિકન પાર્ટીના સેનેટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે, તેઓ અગાઉ ઓહિયો સ્ટેટમાંથી જ સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ બન્યા હતા. પોલિટિકલ સાયન્સના સ્નાતક એવા નીરજ અંતાણી ૨૦૧૪માં ઓહિયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સ્ટેટ લો મેકર તરીકે સૌથી યુવા વયે ચૂંટાયા હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution