અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ શુભ હોય છે. અખાત્રીજ પર લક્ષ્મીનુ પૂજન કરવામાં આવે છે.આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે જેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ શુક્રવારના દિવસ મા લક્ષ્મીનો માનવામાં આવે છે. આ દિવસે અખાત્રીજ આવવાથી આ દિવસ ખાસ થઈ જાય છે.
અખાત્રીજ પર કરો આ કામ
- મા લક્ષ્મીને સફાઈ ખૂબ પસંદ છે. તેથી આ દિવસે વિશેષ રૂપે સાફસફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડા પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો. બજારમાંથી 11 કોડી લાવો. તેનુ પૂજન કરો અને પછી ધનના સ્થાન પર મુકી દો.
- વાસ્તુ મુજબ જે ધંધા કે વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તેની સંબંધિત તસ્વીર યોગ્ય સ્થાન પર લગાવો
- આ દિવસે સાત્વિક ભોજન કરો. ભગવાનને નૈવેદ્ય જરૂર લગાવો. કંકાસ કે ઝગડાથી બચો.
-આ દિવસે કરાયેલા કાર્ય અક્ષય થઈ જાય છે. તેથી દિવસે શુભ કર્મ કરવા જોઈએ.
- ગરીબ લોકોને યથાશક્તિ દાન કરો
- આ દિવસે કેસર અને હળદથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે.
- આ દિવસે કરવામાં આવેલ કર્મ અક્ષય થઈ જાય છે. તેથી આ દિવસે શુભ કર્મ કરવા જોઈએ.
- સોના કે ચાંદીના લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને ઘરમાં મુકો અને તેની નિયમિત પૂજા કરો.