ગાંધીનગર, દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ‘અબ કી બાર ૪૦૦ પાર’નું સૂત્ર અપાયું હતું. પરંતુ લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે દેશના સૌથી મોટા સટ્ટા બજાર ફ્લોદીના અહેવાલોએ ભાજપને ચિંતા મૂકી દીધું છે. ફ્લોદીના સટ્ટા બજારના અહેવાલો મુજબ ભાજપને ૪૦૦ નહીં પણ ૨૯૬થી ૨૯૮ બેઠકો મળી શકે તેવી સ્થિતિ છે. જાે કે, સત્તામાં એનડીએની જ સરકાર આવશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં એકથી બે બેઠકનું નુકશાન થવાના અહેવાલો છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને હવે ચાર તબક્કાનું મતદાન બાકી છે તેવા સંજાેગોમાં ફલોદીના સટ્ટા બજારના નવા અહેવાલો સામે આવ્યા છે. જેમાં બજારમાં સતત ભાવોમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. જેમ જેમ મતદાનની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેમ તેમ દેશના મુખ્ય સટ્ટા બજાર ફલોદીમાં લોકસભા ચૂંટણીને લઇને બેઠકોના ભાવમાં સતત ફેરફાર જાેવા મળી રહ્યો છે.ફ્લોદીના સટ્ટા બજારના અનુસાર ભાજપને કુલ ૨૯૬ થી ૨૯૮ બેઠો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને કેન્દ્રમાં ૬૦ થી ૬૩ બેઠક મળવાની સંભાવના છે. જ્યારે રાજસ્થાનની કુલ ૨૫ બેઠકોમાં ભાજપને ૧૮ થી ૨૦ બેઠક મળવાનું અનુમાન છે. તો બીજી તરફ ઉત્તર પરદેશમાં પણ ઓછા મતદાનના લીધે ભાજપને નુકસાન થાય તેવું જાેવા મળી રહ્યું છે. જાે કે તેમ છતાં સત્તાધારી પક્ષને ૮૦ માંથી લગભગ ૭૦ થી ૭૨ બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ગુજરાતમાં ૨૬માંથી ૨૪ કે ૨૫ બેઠક, મધ્ય પ્રદેશમાં ૨૮ થી ૨૯ બેઠક મળે તેવું અનુમાન કરાયું છે. તો દિલ્હીમાં ૫ થી ૬ બેઠકો અને પંજાબમાં ૨ થી ૩ બેઠકો ભાજપને ફાળે આવે તેવું અનુમાન હોવાનું કહેવાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ૨૨ થી ૨૪ બેઠક, હિમાચલ પ્રદેશમાં ૪ અને છત્તીસગઢમાં ૧૦ થી ૧૧ બેઠકો ભાજપને ફાળે આવી શકે છે. જાે કે, ફલોદી સટ્ટા બજારના તાજા અહેવાલોમાં સામે આવ્યા છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. જેમાં ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરાય રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન બેઠકો પર કોંગ્રેસ ખાતુ ખોલાવી શકે તેવી સંભાવના જાેવા મળી રહી છે. ફ્લોદીના સટ્ટા બજારના અહેવાલો મુજબ ભાજપની ૩૩૦ થી ૩૩૫ બેઠકોનો ભાવ ૧ રૂપિયો, જ્યારે ૩૫૦ બેઠકોનો ભાવ ૩ રૂપિયા અને ૪૦૦ બેઠકોનો ભાવ ૧૨ થી ૧૫ રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે એનડીએની ૪૦૦ બેઠકોનો ભાવ ૪ થી ૫ રૂપિયા ચાલી રહ્યો છે. જાે કે, સટ્ટા બજારના અનુમાન મુજબ ભાજપ ૪૦૦ પાર જઈ શકશે નહી. ફલોદી સટ્ટા બજારમાં પોતાના અનુમાનમાં કોંગ્રેસને ૪૦-૪૨ બેઠકો આપી રહ્યું છે. સટ્ટા બજારના અહેવાલો મુજબ કોંગ્રેસ ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવી શકશે નહી. ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સટ્ટા બજારનું અનુમાન વાસ્તવિક પરિણામોની નજીક હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને ક્રમશઃ ૧૩૭ અને ૫૫ બેઠકો અપાઈ હતી. જ્યારે પરિણામોમાં કોંગ્રેસને ૧૩૫ અને ભાજપને ૬૬ બેઠકો મળી હતી. તેવી જ રીતે ફલોદી સટ્ટા બજારે ૨૦૨૨માં પણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતની સચોટ આગાહી કરી હતી.