એનસીપી નેતા સંજય શિંદેની કારમાં આગ લાગતાં તેઓ આગમાં ભડથું

મુંબઇ-

પીઢ પોલિટિશ્યન શરદ પવારના પક્ષ એનસીપીના એક નેતા સંજય શિંદેની કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં અને કારના દરવાજા લૉક થઇ જતાં શિંદે ભડકે બળતી કારમાં અંદર રહી ગયા હતા અને બળી ગયા હતા.

મુંબઇ આગ્રા હાઇવે પર પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે એમની કારમાં શોર્ટ સર્કિટ થઇ હતી. તેમણે કારની બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ધરાવતી કારના દરવાજા લૉક થઇ ગયા હતા અને શિંદે બહાર નીકળી શક્્યા નહોતા. સંજય શિંદે દ્રાક્ષના નિકાસકાર તરીકે જાણીતા હતા.

આ ઘટના બની ત્યારે શિંદે જંતુનાશક ઔષધિ ખરીદવા પિંપલગાંવ જઇ રહ્યા હતા. મંગળવારે બપોરે આ દુર્ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમને કારમાં એક હેન્ડ સેનિટાઇઝરની બોટલ મળી હતી. અમને શંકા છે કે એને કારણે કારની અંદર આગ ઝડપથી ફેલાઇ હોઇ શકે. હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલ વપરાય છે જે જ્વલનશીલ પદાર્થ છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution