મુંબઇ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. NCB આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવવાની છે. આ કડીમાં હવે ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો 'નચ બલિયે'માં જોવા મળ્યા હતા.
NCBને અબીગેલ તથા સનમ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. આજે સવારે NCBની એક ટીમે બંનેના ઘરે દરોડા પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ રેડમાં NCBના હાથમાં શું પુરાવા મળ્યા તે સામે આવ્યું નથી. જોકે, આ બંને NCBની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ વાત જ સંકેત આપે છે કે તેઓ ડ્રગ્સ વિવાદમાં ફસાયા છે અને તેમને અનેક સવાલ-જવાબ કરવામાં આવશે.
સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, નમ્રતા શિરોડકર, મધુ મન્ટેનાના નામ સામે આવ્યા છે. મધુ મન્ટેનાની NCBએ પૂછપરછ કરી છે. તો બીજી બાજુ શ્રદ્ધા તથા દીપિકા વિરુદ્ધ NCBને નક્કર પુરાવા મળ્યા છે. NCB પોતાની તપાસ માત્ર સુશાંત કેસ પૂરતી સીમિત રાખવા માગતી નથી.