પણજી-
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીના અધિકારીઓએ ગોવા અને મુંબઈમાં અનેક સ્થળ પર દરોડા પાડ્યા હતા. નશીલા પદાર્થને પકડવાના અભિયાન અંતર્ગત એનસીબીએ આ દરોડા પાડ્યા હતા. એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ગોવામાં અત્યાર સુધી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, અમાર અધિકારીઓએ મુંબઈ અને ગોવામાં એક સાથે અનેક સ્થળ પર દરોડા પાડ્યા હતા. એનસીબીએ ગોવાના અંજુના, મીરામાર અને પણજીમાં દરોડા પાડ્યા હતા. જ્યારે NCBના અધિકારીઓએ ગોવા અને મુંબઈના ઘણા સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન NCBએ એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે.