મુંબઈ-
બોલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ ચાલુ છે. એનસીબીએ ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેના ઘરમાંથી એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યા છે. અભિનેતા એજાઝ ખાનની પૂછપરછના આધારે ગૌરવની ધરપકડ કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં એનસીબી દ્વારા ગૌરવ દીક્ષિતના લોખંડવાલા વિસ્તારમાં સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તે સમયે ઘરમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ડ્ર્ગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ગૌરવની મિત્રએ એજન્સીના અધિકારીઓને જોઈ લીધા હતા અને પછી બન્ને ફરાર થઈ ગયા હતા. એજન્સી ત્યારથી ગૌરવની શોધમાં હતી. ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે. એમડી અને ચરસ તેના ઘરેથી દરોડામાં મળી આવ્યા છે. અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કર્યા બાદ પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.