દિલ્હી-
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને જાણીતા ફિલ્મ નિર્દેશક બુદ્ધદેવ દાસગુપ્તા નું ગુરુવારે સવારે નિધન થયું. 77 વર્ષીય દાસગુપ્તાએ કોલકતા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય જાણીતી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દાસગુપ્તા, વય સંબંધિત અનેક રોગોથી પીડાતા હતા. તે પરિવાર માં તેમની પત્ની અને બે પુત્રીઓ છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમને દર અઠવાડિયે બે વાર નિયમિત ડાયાલીસીસ કરાવવી પડતી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર એક શોક સંદેશ જાહેર કરતાં લખ્યું હતું કે, "શ્રી બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી વ્યથિત છું. તેમના વિવિધ કાર્યો એ, સમાજના તમામ વર્ગ ના લોકો માં તાલમેલ બેસાડ્યો. તેઓ પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. દુ:ખ ની આ ઘડીમા તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના, ઓમ શાંતિ. " પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર લઇને બેનર્જીએ કહ્યું, 'જાણીતા ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી દુ:ખી છું. તેમના કામ દ્વારા તેમણે સિનેમાની ભાષાને અનોખી બનાવી. તેમના મૃત્યુથી ફિલ્મ સમુદાયને મોટી ખોટ છે. તેમના પરિવાર, સહકર્મીઓ અને ચાહકોને સંવેદના."