ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટમાં તો પોતાના દેખવાથી સૌને ચકિત કરે છે. પણ અસલ જીવનમાં પણ હાર્દિકપંડ્યા ઓલરાઉન્ડર નીકળ્યો, હાર્દિકે નતાશા સાથે સગાઈ કરી અને હવે તે એક દીકરાનો પિતા પણ બની ગયો છે. હાર્દિક અને નતાશા અવાર નવાર સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતા હોય છે. હાલમાં જ નતાશાએ સ્ટેનકોવિકે પોતાના દીકરા સાથે સોશિયલ મીડિયામાં કેટલીક તસ્વીર શેર કરી છે. જેમાં તે પોતાના દીકરાને રમાડતી જોવા મળી રહી છે.નતાશા આ તસ્વીરમાં દીકરાને હાથમાં લઈને રમાડી રહી છે.
આ તસ્વીરમાં મા-દીકરાનો પ્રેમ દેખાઈ રહ્યો છે. મળતી કલર ટોપ અને બ્લુ ડેનિમ જીન્સમાં નતાશા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. નતાશાએ આ તસ્વીરનાં કેપશનમાં લખ્યું છે કે: "જયારે હું તને પકડું છું. જીવન સમજમાં આવે છે."નતાશાના આ ફોટો ઉપર અલી ગોનીએ હાર્ટ શેપ ઈમોજી સાથે પોતાનું રિએક્શન આપ્યું છે. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ હાર્ટ શેપનું ઈમોજી કોમેન્ટ કર્યું છે. નતાશાએ આ પહેલા પણ પોતાના દીકરા સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.