નસવાડી અનેક વિસ્તારોમાં ગટર ઉભરાતા ફેલાતી ગંદકીથી નાગરીકો હેરાન પરેશાન


નસવાડી,તા.૨૮

નસવાડી ગ્રામ પંચાયતમાં અનેક વિસ્તારોમાં ગટર ઉભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ગ્રામ પંચાયતના અંધેર વહીવટ ના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યો છે મુશ્કેલી,વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના તલાટી કુંભકરણની નિંદ્રામા જાેવા મળે છે.

  નસવાડીના સ્ટેશન વિસ્તારમાં રોડની બાજુમાં આવેલી ગટરો ચોકઅપ થઈ જતા હાલ દૂષિત ગટરનું પાણી મુખ્ય રોડ ઉપર ઉભરા રહ્યું છે જેનાથી આવતા જતા વાહનચાલકોને આ ગંદા પાણી ઉપરથી પસાર થવું પડે છે જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે જ્યારે આ દૂષિત પાણીથી દુર્ગંધ ફેલાય છે જેથી રોગચાળો ફાટી નીકળવાના ભઈ ફેલાયેલો છે જયારે નસવાડી સ્ટેશન વિસ્તારના ખાટકીવાડમાં એક મહિનાથી ગટર ચોક થઈ ગઈ છે આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી સ્થાનિકો દ્વારા વારંવાર ગટરની સફાઈ માટે રજૂઆતો કરી છે પરંતુ ગ્રામ પંચાયતના તલાટી ગટર સાફ કરવાની જગ્યાએ સ્થાનિક લોકોને ધમકાવી રહ્યા છે જિલ્લાના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતનું ધ્યાન ના પાડે સ્થાનિક કર્મચારીઓ રાજા બની ગયા છે લોકોને પડતી મુશ્કેલીનો અંત આવતો નથી નસવાડીના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે ગ્રામ પંચાયતમાં સફાઈ માટે તેમજ અન્ય સુવિધાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ ગ્રામ પંચાયતનાં સત્તાધીસો આ ગ્રાન્ટો ક્યાં વાપરે છે તે એક પ્રશ્નો છે કારણ કે અંધેર વહીવટના કારણે હાલ લોકો ગટર ઉભરવાની સમસ્યાથી મુશ્કેલી ભોગવી રહ્યા છે જિલ્લાના અધિકારીઓ નસવાડી ગ્રામ પંચાયતમાં થતા ખર્ચના ચોપડાની તપાસ કરે અને લાખો રૂપિયાના ખર્ચ થતા વિકાસના કામોની વિઝીટ કરે તે જરૂરી બન્યું છે કારણ કે હાલ વહીવટદારના સાશનમાં વાઉચર ઉપર હજરો રૂપિયાનો વહીવટ થઇ રહ્યો છે છતાંય સમસ્યાનો અંત આવતો નથી જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે હાલ ગ્રામ પંચાયતનાં સત્તાધીશો જાડી ચામડીના થઈ ગયા હોવાથી લોકોને રજૂઆતો પણ સાંભળતા નથી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution