નારુકા અને મહેશ્વરી કાંસ્યચંદ્રક જીતવાથી ચૂકયા: ચીન સામે ૧ પોઇન્ટથી હાર્યા


પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય શૂટરોએ ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું. સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય જાેડી અનંતજીત સિંહ નારુકા અને મહેશ્વરી ચૌહાણને ચીનની જાેડી જિયાંગ યુટિંગ અને લિયુ જિયાલિનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારત વધુ એક મેડલ જીતવાનું ચૂકી ગયું હતું, આ મેચમાં ચીનની જાેડીએ પ્રથમ રાઉન્ડમાં તમામ ૮ શોટ ફટકાર્યા હતા, જ્યારે ભારતીય જાેડી ૮માંથી ૭ શોટ ફટકારવામાં સફળ રહી હતી. ચાઇનીઝ અને ભારતીય જાેડીએ પાંચમા રાઉન્ડમાં તેમના ૮માંથી ૮ શોટ ફટકાર્યા અને સ્કોર ૩૬-૩૫ કર્યો. આ પછી બ્રોન્ઝ મેડલનું પરિણામ ફાઈનલ એટલે કે છઠ્ઠા રાઉન્ડમાં પહોંચ્યું. આ છેલ્લા રાઉન્ડમાં ભારતીય જાેડીએ ૮ માંથી ૮ શોટ ફટકાર્યા અને સ્કોર ૪૩ સુધી લઈ ગયો. આ પછી ચીનની જાેડીએ ૮માંથી ૮ શોટ લગાવીને સ્કોર ૪૪-૪૩ કરી દીધો અને મેચ જીતી લીધી. આ સાથે ભારતની બ્રોન્ઝ મેડલ જીતવાની આશા તૂટી ગઈ હતી.સ્આ સાથે ભારતીય ચાહકોની વધુ એક મેડલ જીતવાની આશા પણ તૂટી ગઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution