ડભોઇ : ડભોઇમાં નાંદોદી ભાગોળ થી પસાર થતી પોર માઇનોર કેનાલ માં ડભોઇ નગર ની સોસાયટી વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ ન જાય તે માટે પાલીકા તંત્ર દ્વારા માઇનોર કેનાલ માં ભંગાણ સર્જી પાણી નો નિકાલ કરવા કાર્યવાહી કરી હતી પણ જેને પગલે હાલ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવે જ્યારે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો કેનાલના પાણી ખેતરોમાં અને પુનઃ સોસાયટીઓમાં ફરી વડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
તંત્ર દ્વારા દર વર્ષે પાણી ના નિકાલ માટે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી નથી અને જ્યારે પાણી આવે ત્યારે પાળ બાંધવા જાય તેવી વૃતી ને પગલે રહીશો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડે છે. પાલીકા તંત્ર કાયમી વરસાદી પાણી ના નિકાલ માટે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.ડભોઇ પાલીકા તંત્ર દર વર્ષ ની માફક ચાલુ સાલ પણ પ્રિમોંસૂન કામગિરિ કરવામાં નિસફળ ગઈ છે પૂર્વ તૈયારીઓ માટે પાલીકા તંત્ર ને સૂચના આપવામાં આવી હોય છતતા સોસાયટી વિસ્તારો માં થી પાણી ના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને પગલે ડભોઇ ની અનેક સોસાયટીઓ જેમાં કૌમુદી સોસાયટી, ઉમા કોલોની, અંબિકા નાગર, સહિત અનેક સોસાયટીઓ માં પાણી ભરાયા હતા જ્યારે પાણી આવે ત્યારે પાળ બાંધવા ની નીતિ તંત્ર ની હોય રહીશોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.