નરેન્દ્ર મોદી ૭૪ વર્ષના થયાઃ રાષ્ટ્રપતિ સહિત ખ્યાતનામ હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા

નવીદિલ્હી: ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તેઓ ૭૪ વર્ષના થઈ ગયા છે. પીએમ મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે ભાજપ સહિત રાજકીય પક્ષોના નેતાઓ અને અન્ય નામી વ્યક્તિઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીને વિદેશથી પણ જન્મદિવસની શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.રાષ્ટ્રપતિ મુર્મુ વતી માઇક્રો બ્લોગિંગ સાઈટ ‘એકસ’ પર લખવામાં આવ્યું હતું કે, ‘વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ પર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. .ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે વડાપ્રધાને ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત ભારત તરફ મજબૂત રીતે આગળ ધપાવી છે. ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, ‘લોકપ્રિય વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ, જેમણે પોતાની અથાક મહેનત, નિષ્ઠા અને દૂરંદેશી દ્વારા દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા અને જેણે ભારતને ગૌરવ અપાવ્યું છે.ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution