બોર્ડર વિસ્તારમાંથી ૧૫ કરોડની કિંમતનો માદક પદાર્થ જપ્ત: સર્ચ ઓપરેશન જારી


નવીદિલ્હી:પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાની પ્રવૃતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ ક્રમમાં સોમવારે રાત્રે ફરી એકવાર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો હતો. સંયુક્ત કાર્યવાહીમાં, મ્જીહ્લ અને પોલીસે અનુપગઢ જિલ્લાના સમેજા કોઠી વિસ્તારમાં ભારત-પાક સરહદી વિસ્તારમાં ત્રણ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સોમવારે રાત્રે બીએસએફ અને પોલીસે રાયસિંહનગર સર્કલના સમેજા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ૪૩ અને ૪૪ પીએસ વચ્ચે હેરોઈનનું પેકેટ ઝડપ્યું હતું. પેકેટ મળવાની માહિતી મળ્યા બાદ પોલીસ અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પેકેટમાં ત્રણ કિલો હેરોઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હેરોઈન મળ્યા બાદ,બીએસએફ અને પોલીસે વિસ્તારની નાકાબંધી કરી અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું. દરેક વાહનની સઘન તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગ્રામજનોને પણ કહેવામાં આવ્યું છે કે તેઓને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution