અભિનેતા અને ગાયક નમિત દાસ તેની વેબ સિરીઝ આર્યા સુપરહિટ થવાને કારણે અત્યંત ખુશ છે. નમિત દાસે તાજેતરમાં એક ગીત દ્વારા મદન મોહન અને કિશોર કુમારને અંજલી આપી હતી. તેણે પોતાના બેન્ડ સાથે મળીને આ ગીત આપ્યું હતું. નમિતે કહ્યું હતું કે મદન મોહનને કવિતાઓ પ્રત્યે વધુ લગાવ હતો.
મસ્તીભરા ગીતો તેની સાથે બહુ ઓછા જોડાયેલા છે. પરંતુ જરૂરત હૈ જરૂરત હૈ...ગીત ખુબ જ મસ્તીભર્યુ ગીત છે. જેને કિશોર કુમારે સ્વર આપ્યો હતો. અમે આ ગીત થકી આ બંનેને અંજલી આપી છે. નમિતનું બેન્ડ ભારતીય પરંપરા સાથે જોડાયેલુ છે પરંતુ આજના યુગને ગમતા સંગીત તરફ પણ તે ધ્યાન આપે છે.
મીરાએ તાજેતરમાં સુષ્મિતા સેનની કમબેક સિરીઝ આર્યામાં તેના ધંધાકીય ભાગીદાર જવાહરનો નેગેટીવ રોલ નિભાવ્યો છે. આ પછી નમિત પાસે મીરા નાયરની ફિલ્મ સૂટેબલ બોય અને માફિયા પણ છે. વેક અપ સીડ, લફંગે પરિન્દે, ફિલ્લમ સીટી, નિથ્યા, ઘનચક્કર, આંખોદેખી, અભય, ટેબલ નંબર ફાઇવ સહિતની ફિલ્મો-સિરીઝ કરી છે.