આંધ્રપ્રદેશના લેપાક્ષી મંદિરમાં લગભગ 450 વર્ષ જૂનું છે નાગલિંગ 

આંધ્રપ્રદેશના અનંતપુરમાં લેપાક્ષી મંદિર દક્ષિણ ભારતમાં આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. જ્યાં રોજ હજારો ભક્ત દર્શન માટે આવે છે. આ રહસ્યમય મંદિરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્યના કાળમાં પહાડ ઉપર હોવાના કારણે તેને કૂર્મ શૈલા પણ કહેવામાં આવે છે. જો પૌરાણિક માન્યતાને માનવામાં આવે તો આ મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યું હતું.

આ ધામમાં એક સ્વયંભૂ શિવલિંગ પણ છે જેને શિવજીનો રૌદ્ર અવતાર એટલે વીરભદ્ર અવતાર માનવામાં આવે છે. 15મી સદી સુધી આ શિવલિંગ ખુલ્લા આકાશ નીચે વિરાજમાન હતું, પરંતુ વિજયનગર રજવાડાએ આ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. અહીં એક અદભૂત શિવલિંગ રામલિંગેશ્વરને લઇને માન્યતા છે કે, આ શિવલિંગ જટાયુના અંતિમ સંસ્કાર બાદ ભગવાન રામે સ્વયં સ્થાપિત કર્યું હતું. તેની પાસે જ એક અન્ય હનુમાલિંગેશ્વર શિવલિંગ છે. શ્રીરામ બાદ મહાબલિ હનુમાનજીએ પણ અહીં ભગવાન શિવની સ્થાપના કરી હતી.

મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું છે અને એક પથ્થરનું માળખું છે. આ મંદિરમાં એક પથ્થરનો સ્તંભ છે. આ સ્તંભની લંબાઈ 27 ફૂટ અને ઊંચાઈ 15 ફૂટ છે. આ એક અદભૂત સ્તંભ છે. આ સ્તંભ જમીનને સ્પર્શ કરતો નથી. તેને લટકતો સ્તંભ પણ કહેવામાં આવે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution