મુંબઇ -
ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી નિયા શર્મા 17 સપ્ટેમ્બરના રોજ તેનો ૩૦મો જન્મદિવસ ઘરે જ જ ઉજવ્યો હતો. નિયા શર્માએ તેનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો અને ગીફ્ટથી તેનુ ઘર સજાવ્યુ હતુ.જેના તસવીરો અને વીડિયો તેને સોશ્યિલ મિડીયા પર શેર કર્યા હતા.
ફોટા પરથી અનુમાન લગાવી શકાય છે કે નિયાએ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી.
નિયાએ આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો શેર કરતાં લખ્યું હતું કે 'માય હેપ્પી બર્થડે' અને આ પોસ્ટમાં તેણે તેના ભાઈ વિનય શર્માને આભાર માન્યો હતો. નિયાએ તેના 30 માં જન્મદિવસ પર એક કે બે નહીં પણ 10 કેક કાપી છે.
કેક કાપતી વખતે તેણે કહ્યું કે તે શ્રેષ્ઠ લાગણી છે. તેમણે આ પ્રસંગને વિશેષ બનાવવા માટે તેના મિત્રોનો પણ આભાર માન્યો હતો.