નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલાએ બે વર્ષના ડેટિંગ બાદ સગાઈ કરી

છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી બ્રેકઅપની મોસમ વચ્ચે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ પોતાના રીલેશન્સને જગજાહેર કર્યાં છે. ૮.૮.૮ના સંયોગ સાથે તેમણે સગાઈ કરી છે અને ચૈતન્યના પિતા નાગાર્જુને બંનેને આશીર્વાદ પણ આપી દીધા છે. પાછલા બે વર્ષથી નાગા ચૈતન્ય અને શોભિતા અવાર-નવાર સાથે જાેવા મળતા હતા, પરંતુ પોતાના રિલેશન્સ અંગે મૌન હતા. ૮મી ઓગસ્ટે સવારે તેમણે સગાઈ કરી લીધી હતી અને નાગાર્જુને આશીર્વાદ આપ્યા હતા. ચૈતન્ય અને શોભિતા ૮મીએ સગાઈ કરશે તેવી અટકળો આગલી સાંજતી શરૂ થઈ હતી. આ અંગે બેમાંથી કોઈએ વાત કરી ન હતી, પરંતુ પોતાની સગાઈનો ખુલાસો સોશિયલ મીડિયા પર કરી સૌને ચોંકાવી દીદા હતા. શોભિતાએ મનીષ મલહોત્રાનો ડિઝાઈનર ડ્રેસ પસંદ કર્યાે હતો, જ્યારે ચૈતન્ય પરંપરાગત ધોતી-ખેસ-ઝભ્ભામાં સજ્જ હતો. બંનેને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપતી સમયે નાગાર્જુન પણ ખૂબ ખુશ જાેવા મળે છે. પોતાની સગાઈને જાહેર કરવાની સાથે ચૈતન્ય-શોભિતાએ ૮ના આંકડાનો ત્રણ વાર ઉલ્લેખ કર્યાે છે અને તેનાથી અનેક લોકો મૂંઝાઈ રહ્યા છે. ન્યૂમેરોલોજીમાં વિશ્વાસ ધરાવનારા લોકો માટે ૮ ઓગસ્ટનો દિવસ દર વર્ષે શુભ હોય છે. તેમાં પણ આ વર્ષે ત્રણ ૮નો સંયોગ હતો. ૮મી તારીખ અને ૮મા મહિના ઉપરાંત ૨૦૨૪નો સરવાળો પણ ૮ થાય છે. આમ ત્રણ આઠના સંયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે શરૂ કરેલું કામ પૂરુ થાય છે અને આ દિવસે વ્યક્ત કરેલી ઈચ્છા અનંત સમય સુધી પૂરી થતી રહે છે. આ સંયોગને લાયન્સ ગેટ પોર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે ખુશીઓના દરવાજા ખુલે છે. કારણ કે, ૮ અને અનંતના પ્રતીકમાં ભારે સમાનતા છે અને ખુશીઓ અનંત સમય સુધી રહે છે. નાગા ચૈતન્ય અગાઉ લગ્ન જીવનમાં વિચ્છેદ ભોગવી ચૂક્યો છે અને આ વખતે સુખી લગ્ન જીવન ટકી રહે તેવી તેની ઈચ્છા છે. જેથી આ દિવસને ખાસ કરવામાં આવ્યો હતો. ચાર વર્ષના લગ્ન જીવન બાદ નાગા ચૈતન્ય અને સામંથાએ ઓક્ટોબર ૨૦૨૧માં છૂટાછેડા લીધા હતા. કેટલાક મહિના બાદ એટલે કે ૨૦૨૨માં હૈદરાબાદ ખાતે ચૈતન્યના ઘરે શોભિતા જાેવા મળી હતી. તે સમયથી બંને વચ્ચે રિલેશન્સની અટકળો ચાલતી હતી. ૨૦૨૩માં તેઓ ફોરેન વેકેશન માટે પણ સાથે ગયા હતા. આ ઉપરાંત પાર્ટીમાં પણ સાથેજાેવા મળતા હતા. બેમાંથી કોઈએ આ અંગે જાહેરમાં વાત કરી ન હતી. બે વર્ષ સુધી તેમણે સગાઈ માટે રાહ જાેઈ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution