ખેડા-
જિલ્લાના નડિયાદ નજીક આવેલા નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ ડભાણ ચોકડી પાસે સોમવારે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર કાર જઈ રહી હતી તે દરમિયાન પાછળથી ધડાકાભેર ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે નેશનલ હાઇવે પેટ્રોલિંગ અને નડિયાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે કાર માતરથી નડિયાદ આવી રહી હતી, ત્યારે ડભાણ ચોકડી પાસે આ ગંભીર ઘટના બની હતી. સોમવારે સવારે નડિયાદ શહેર નજીક નેશનલ હાઇવે નંબર 8 પર ડભાણ ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.