..માય પ્રિન્સેસ! નો, આજની નારી બની રહી છે ‘અનપ્રિન્સેસ’

સત્તરમી સદીના અંતિમ વર્ષોમાં ફ્રેન્ચ લેખક ચાર્લ્સ પેરાલ્ટે સિન્ડ્રેલાની વાર્તા લખી હતી. જગપ્રસિદ્ધ થયેલી સિન્ડ્રેલાની વાર્તાનું મૂળ સદીઓ પહેલાથી ચીન અને ગ્રીસની લોકકથાઓ હોવાનું માનવામાં આવે છે. સિન્ડ્રેલાની સાવકી બહેનોના ત્રાસમાંથી એક રાજકુમારે તેને રેસ્ક્યુ કરી. ફ્રેન્ચ ભાષામાં લખાયેલી વાર્તાનું મૂળ એશિયા અને યુરોપ બંનેમાં મનાય છે. વાર્તાનું મૂળ કોઈપણ દેશનું હોય, વાત છે સિન્ડ્રેલાના પાત્રની.

અલગ અલગ દેશ અને સંસ્કૃતિમાં સિન્ડ્રેલા રૂપે પ્રિન્સ ચાર્મિંગના આવવાના સ્વપ્નોમાં રાચતી હોવાનું જ સ્ત્રીનું ચિત્રણ કરાયું છે. ફેરી ટેલ્સમાં પ્રિન્સેસ અને પ્રિન્સ ચાર્મિંગની વાર્તાઓની ભરમાર છે. સ્ત્રી પાત્રોનું સમગ્ર અસ્તિત્વ સપનાના રાજકુમારની રાહ જાેવા અને તેને પામવા પૂરતું જ કેન્દ્રિત રખાયું છે.

મહાભારત જેવા મહાકાવ્યમાં રુક્મણી, સુભદ્રા તથા વત્સલાના પ્રસંગ આવે છે. મનોમન વરી ચૂકેલા પુરુષને પોતાની સાથે લઇ જવા તે નિમંત્રણ આપતી હોય છે. ચંદ બરદાઇના ‘પૃથ્વીરાજ રાસો’માં સંયુક્તા પૃથ્વીરાજને જાેયા વગર મનોમન પોતાનો પતિ માની લે છે. કાલિદાસના ‘શાકુન્તલ’માં રાજકુમાર દુષ્યંત અલગ અલગ સમયે આવી શકુન્તલાને સંભાળી લે છે. અલગ અલગ દેશના લોકસાહિત્ય તેમજ ગ્રંથોમાં સ્ત્રી પાત્રો આવા પ્રસંગો પૂરતી મર્યાદિત રહી છે. દ્રૌપદી કે કૈકેઈ જેવી મજબૂત સ્ત્રી પાત્રોનું ચિત્રણ બહુ ઓછું કરાયું છે. ગ્રંથો, લોક સાહિત્ય, ઉપન્યાસો તેમજ વાર્તાઓમાં સિન્ડ્રેલાથી લઈને સંયુક્તા કે શકુંતલાનું જીવન મનોમન વરી ગયેલા સપનાના રાજકુમારને પામવા પૂરતું મર્યાદિત રહી જાય છે.

થોડા સમય અગાઉ બૉલીવુડની ફિલ્મોમાં ડ્રીમ સિક્વન્સની ભરમાર જાેવા મળતી. ત્યારની ફિલ્મોના નિર્માતાઓએ સપના જાેવાનો અબાધિત અધિકાર માત્ર નાયિકાઓને આપેલો હતો. ફિલ્મની હિરોઈનની ડ્રીમ સિક્વન્સ વગર ફિલ્મો કલ્પી શકાતી નહતી. ડ્રીમ સિક્વન્સમાં કોઈ સુંદર લોકેશન ઉપર જઈ એકાદ ગીત દર્શકો ઉપર થોપવામાં આવતું. ફિલ્મની વાર્તામાં આવતી ખાલી જગ્યાઓ પૂરવાની જવાબદારી નાયિકાને આવતા ફૂલગુલાબી ડ્રીમને માથે રહેતી. તે સ્વપ્ન સ્ટીરીઓટાઈપ જ રહેતા. એક સુંદર સ્થળ, રોમાન્ટિક મૂડ, પ્રેમના વાયદા-વચન અને સપનાનો રાજકુમાર. ફિલ્મમાં પટકથાને અંતે પ્રિન્સ ચાર્મિંગ આવીને નાજુક નમણી નાયિકાને વિલનના અડ્ડા ઉપરથી રેસ્ક્યુ કરતો. સ્ત્રી પાત્રોને ઉપન્યાસ, નવલકથાઓ, ઓપેરા, ફિલ્મ કે નાટકમાં સપનામાં આવતા રાજકુમારને જીવનસાથી તરીકે પામવા અને પ્રિન્સ ચાર્મિંગ દ્વારા તેને મુસીબતના સમય ઉપર રેસ્ક્યુ કરવામાં આવે તે સિવાય બીજાે કોઈ રોલ નથી હોતો.

સ્ત્રીના સમગ્ર જીવનનો ધ્યેય એકમાત્ર પ્રિન્સ ચાર્મિંગને પામવા પૂરતો હોય છે..? ફેરી ટેલની પ્રિન્સેસ નાજુક - નમણી, સૌમ્યભાષી અને ર્નિબળ હોય છે.

આ પ્રિન્સેસ સિન્ડ્રોમે સ્ત્રીઓની દુનિયા મર્યાદિત કરી રાખી હતી. પરંતુ હવે છેલ્લા કેટલાક દશકથી સ્ત્રીઓ પોતાને અનપ્રિન્સેસ કરી રહી છે. ભારતમાં છેલ્લા બે દશકથી મહિલાઓએ મોટા પ્રમાણમાં પોતાને અનપ્રિન્સેસ બનાવી છે. ફેરી ટેલની જેમ પ્રિન્સ ચાર્મિંગના ખયાલોમાં રાચતી સ્ત્રીઓ નહીં, પણ જીવનમાં એક ધ્યેય નક્કી કરી પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી રહી છે. હવે નાજુક - નમણી પ્રિન્સેસ બની રહેવું આજની સ્ત્રીને પસંદ નથી. તે પોતાને અનપ્રિન્સેસ બનાવી કારકિર્દી અંગે વિચારતી થઇ છે. અર્થોપાર્જન કરી પરિવારનું અર્થતંત્ર પણ સાંભળતી થઇ છે.

 છેલ્લા બે દશકથી નવા ભારતના ઘડતરમાં મહિલાઓનું યોગદાન અને નેતૃત્વ વધી રહ્યું છે. ભારતની મહિલાઓ આ બાબતે ત્રીજા વિશ્વને પ્રેરણા પુરી પાડે તે રૂપે આગળ રહી છે. હાલમાં ભારત દરેક પાસામાં વિકસી રહ્યું છે. જેમાં અનપ્રિન્સેસ મહિલાઓ વિકાસમાં સહભાગી બની રહી છે. ભારતમાં અનપ્રિન્સેસ મહિલાઓ બાબતે છેલ્લા ૮ વર્ષના આંકડા પ્રભાવશાળી છે. ભારતના ઉદ્યોગગૃહોમાં ઝ્રઈર્ં તરીકે જવાબદારી નિભાવતી મહિલાઓની સંખ્યા ૨૦૨૧માં ૪.૭ ટકાની નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૮માં આ ટકાવારી ૩.૪ ટકા હતી. કોરોનાના સમય પછી આ અંક નોંધપાત્ર રીતે વધ્યો છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ મેનેજીંગ બોર્ડની ૧૭ ટકા બેઠકો ઉપર હાજરી ધરાવે છે. અગાઉ વર્ષ ૨૦૧૪માં આ સંખ્યા ૮ ટકા બેઠકો ઉપર હતી. મેનેજીગ બોર્ડસમાં સ્ત્રીઓની સંખ્યા ૮ વર્ષ અગાઉ કરતા હવે ૯ ટકા વધી છે.

ભારતમાં મહિલાઓ મોટી સંખ્યામાં પોતાનું અનપ્રિન્સેસીકરણ કરી રહી છે. જેમાં મોટા ઉદ્યોગગૃહો પણ આ માટે તેમને પુશ કરી રહ્યા છે. માત્ર જાેબ માર્કેટમાં ટોપ પોઝિશન્સ ઉપર જ નહીં. જેન્ડર ઇક્વાલિટી માટે મોટા ઉદ્યોગગૃહો પણ પોતાની જવાબદારી સમજી કેટલાક ર્નિણયો જાહેર કરી રહ્યા છે. આવા ર્નિણયો લેવામાં ભારતનું ઓટોમોબાઇલ ક્ષેત્ર સૌથી મોખરે છે. ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવા સતત વિચારે છે. હાલ ટાટા મોટર્સના શોપ ફ્લોર ઉપર ૩૦૦૦ મહિલા કર્મચારીઓ કામ કરે છે. તેને વધારી વધુ સંખ્યામાં મહિલાઓને પ્લાન્ટમાં ફરજ ઉપર લેવાની યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. ટાટા મોટર્સ તેના પૂણેના પ્લાન્ટમાં એક શોપ ફ્લોર માત્ર મહિલા કામદારો દ્વારા સંચાલિત કરાવે છે. આ પ્લાન્ટ સંપૂર્ણ પણે માત્ર મહિલા કર્મચારીઓ જ ચલાવે છે. હીરો મોટોકોર્પ ‘પ્રોજેક્ટ તેજસ્વિની’ દ્વારા મહિલાઓ માટે વિશેષ ભરતી, સ્કિલ એજ્યુકેશન અને ટ્રેઇનિંગ પ્રોગ્રામ કરે છે. ટ્રેનિંગ પછી તેમને તરત રોજગારી આપવામાં આવે છે. એમજી મોટર ઈન્ડિયાએ ફેક્ટરીમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૩૪ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાની જાહેરાત કરી છે. જેસીબી ઈન્ડિયાએ પણ પોતાના પ્લાન્ટમાં ૫૦ ટકા મહિલા કામદાર અને કર્મચારીઓને ફરજ ઉપર લેવાની જાહેરાત કરી છે.

નવા ભારત નિર્માણ માટેના આ આંકડાઓ દર્શાવે છે કે મહિલાઓ બબલ બ્લાસ્ટ કરી તેમાંથી બહાર આવી રહી છે. પ્રિન્સેસ બનીને રહેવું એક લકઝોરીયસ અવસ્થા છે હવે તે ત્યજીને મહિલાઓ પોતાનું અનપ્રિન્સેસીકરણ કરી રહી છે. અનપ્રિન્સેસ મહિલા હવે પ્રિન્સ ચાર્મિંગને વરી જવું જીવનનો હેતુ નથી માનતી, તે આવી પિતૃસત્તાને પડકારી પોતાની ઓળખ બનાવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution