મસ્કે બ્રાઝિલમાં ઠ નું કામકાજ બંધ કર્યું સેન્સરશિપ ઓર્ડરને જવાબદાર ઠેરવ્યો

મેક્સિકો:બ્રાઝિલમાં ઓફિસ બંધ થવાને કારણે હવે એક્સના કર્મચારીઓ ત્યાં રહેશે નહીં. જાે કે, બ્રાઝિલિયનો પહેલાની જેમ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસએ બ્રાઝિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.કંપનીના સીઈઓ ઈલોન મસ્કે આ માહિતી આપી હતી. તેમણે આ ર્નિણય માટે સુપ્રીમ કોર્ટના સેન્સરશિપ આદેશને જવાબદાર ગણાવ્યો હતો. જાે કે, બ્રાઝિલિયનો માટે ઠની સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.મસ્કે એકસ પર લખ્યું હતું- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની (ગેરકાયદેસર) ગુપ્ત સેન્સરશીપ અને પ્રાઈવેટ માહિતી સોંપવાની માગને કારણે, અમે બ્રાઝિલમાં ઠ ઑફિસને બંધ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય મુશ્કેલ હતો, પરંતુ અમારી પાસે બીજાે કોઈ રસ્તો નહોતો.

અલ જઝીરાએ અહેવાલ મુજબ કંપનીનો ર્નિણય ખોટી માહિતીને રોકવા માટે પ્લેટફોર્મના અધિકારો અને જવાબદારીઓને લઈને જસ્ટિસ મોરેસ સાથેની કાનૂની લડાઈ પછી આવ્યો છે. ઠનો દાવો છે કે એલેક્ઝાન્ડ્રે મોરેસે બ્રાઝિલમાં તેમના એક કાનૂની પ્રતિનિધિની ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી. મસ્કે બ્રાઝિલમાં એકસની કામગીરી બંધ કરવાની માહિતી આપી હતી. કંપનીએ કહ્યું- અમને ડરાવવામાં અને ધમકી આપવામાં આવી રહી છે એકસની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે તેના અધિકૃત એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની ધમકીઓ વિશે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે મોરેસે સીક્રેટ આદેશમાં આ ધમકી આપી હતી, જે એકસએ હવે શેર કરી છે. કંપનીએ અહેવાલ આપ્યો છે કે મોરેસે કાયદાનું પાલન કરવાને બદલે બ્રાઝિલમાં તેમના કર્મચારીઓને ડરાવ્યા અને ધમકાવ્યા. મોરેસે કંપનીના કાનૂની પ્રતિનિધિને કહ્યું કે જાે તે ઠમાંથી કેટલીક સામગ્રી દૂર નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution