સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર મુંદ્રા પોર્ટ ડ્રગ્સની તપાસ એનઆઈએને સોંપાઇ

મુન્દ્રા દેશભરમાં ચકચાર મચાવનાર મુંદ્રા પોર્ટથી ઝડપાયેલા ૨૨ હજાર કરોડના હેરોઈન પ્રકરણની તપાસ સતાવાર રીતે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા હસ્તગત કરવામાં આવી છે. આ અંગે વિધિવત્‌ રીતે એનઆઈએ દ્વારા આયાતકાર દંપતી, રાજકુમાર પી. અને અન્યો સામે એનડીપીએસ,અનલોફુલ એક્ટિવીટી અને આઈપીસીની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણને ઉજાગર કરનાર ડીઆરઆઈએ અત્યાર સુધી દેશભરમાંથી ૧૦ જેટલા લોકોની ધરપકડ કરી હતી.એનઆઈએ દ્વારા મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસની તપાસ વિધિવત્‌ ટેક ઓવર કરાઈ હોવાનું ગુરુવારે જણાવાયું હતું. એનઆઈએના સુત્રોએ કહ્યું કે તા.૦૬/૧૦ના એનઆઈએ દ્વારા ડીઆરઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ હસ્તગત કરીને આઈપીસીની ૧૨૦બી, એનડીપીએસના સેક્શન ૮ (સી)ના ૨૩, અને અનલોફુલ પ્રીવેન્શન એક્ટિવીટી એક્ટના સેક્શન ૧૭,૧૮ તળે આ કન્સાઈમેન્ટના આયાતકાર મચવરમ સુધાકરણ, દુર્ગા પીવી ગોવીંદરાજુ, રાજકુમાર પી. અને અન્યો સામે એનઆઈએ દ્વારા કેસ રજીસ્ટર્ડ કરાયો છે. નોંધવું રહ્યું કે તા.૧૩/૦૯ના ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, ગાંધીધામ દ્વારા મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલા અને ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ થી લોડ થયેલા બે કન્ટૅનરની તપાસ આરંભી હતી, જેમાં ટેલ્કમ પાવડર જાહેર કરાયો હતો, પરંતુ બન્નેમાંથી અંદાજે ૩૯ ટન જથ્થામાંથી કુલ ત્રણ ટન જેટલો એટલ કે ૨૯૮૮.૨૧ કિલો જથ્થો હેરોઈન ડ્રગ્સનો હોવાનું સ્પષ્ટ થયું હતું. એક કિલોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૭ કરોડ ગણતા, ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવતા દેશભરમાં ચકચાર મચી હતી અને આને અત્યાર સુધીના દેશના સૌથી મોટા અને વિશ્વના મહત્વનામાંનો એક કેસ ગણાવવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ આયાતકાર દંપતી, ૫ અફઘાનિસ્તાની, એક ઉઝબેક, તેમજ અન્ય ભારતીયોને ઝડપ્યા હતા.તા.૧૩/૦૯/૨૦૨૧ના મુંદ્રા પોર્ટ પર હેરોઈન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો, તેના આંકડાઓ અને જથ્થાની સ્થિતિ અંગે તપાસ ચાલી રહી તાલિબાને અફઘાનિસ્તાન પર સતારુઢ થયા બાદ આ કન્સાઈમેન્ટત્યાંથી આવ્યું હોવાથી ટેરેરિસ્ટ ફંડીગનું કનેક્શન હોવાની શક્યતા હોવાથી આ ર્નિણય લેવાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution