મુંદરા: 200 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ, બે શખ્સો નાશી છુટ્યા

ભુજ-

વીલમાર કંપનીની સામેની મીઠાણી લેબર કોલોનીની એક ઓરડીમાં પોલીસે દરોડો પાડીને ર૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે શખ્સો નાશી છુટ્યા હતા.

મળતી માહિતી મુજબ મુંદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી હકિકતને આધારે મીઠાણી લેબર કોલોનીમાં પોલીસે છાપો માર્યો હતો. પોલીસે પાડેલી રેઈડમાં નદીમ ઓસ્માણ ઉર્ફે મુન્નો જત (ઉ.વ.ર૦) (રહે. હસનપીર નજાર, મુંદરા)ની ધરપકડ કરાઈ હતી. આરોપીના કબ્જામાંથી પોલીસે રૂા.૧ર૦૦ની કિંમતનો ર૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય આરોપી અબ્દુલ કદીરશા મામદશા સૈયદ તેમજ મહેબુબ ઉર્ફે નેપાળી નામના આરોપીઓ નાશી છુટ્યા હતા. બનાવને પગલે મુંદરા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ ૮(સી), ર૦(એ) તેમજ ર૯ મુજબ ગુનો નોંધ્યો હતો.

બનાવને પગલે મુંદરાના પીએસઆઈ બી.જે. ભટ્ટ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. બનાવને પગલે પીએસઆઈ બી.જે. ભટ્ટે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી પોલીસની રેઈડમાં નાશી જતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા છે. મુખ્ય સુત્રધાર પાસેથી આ ગાંજાનો જથ્થો કયાંથી આવ્યો અને કઈ રીતે કોને વેંચાણ કરવામાં આવતું હતું તે સહિતની તપાસ આદરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution