મુંદ્રાનું અદાણી પોર્ટસ 200MMT કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ પોર્ટ બન્યું

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટન (MMT)ના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 MMT કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિથી મુંદ્રા પોર્ટ દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે.

ઉપરાંત ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે APSEZના કદને પણ ઉન્નત કરે છે. APSEZના પોર્ટફોલિયોમાં 450 MMT કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે એકલા અદાણી પોર્ટ મુન્દ્રાની 200 MMTની સ્વતંત્ર સિદ્ધિ આ સફળતામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. સમગ્ર કાર્ગો સેગમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી : 200 MMT કાર્ગો હેન્ડલીગ અદાણી પોર્ટ્સ મુન્દ્રાની કાર્ગો હેન્ડલિંગ શ્રેષ્ઠતા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

નાણાકીય વર્ષ 2024-25 મુન્દ્રા પોર્ટના કાર્ગો હેન્ડલિંગમાં રેકોર્ડબ્રેક સિદ્ધિઓ હાંસલ કરી છે. APSEZના કન્ટેનર અને લિક્વિડ કાર્ગો કામગીરી નવી ઊંચાઈએ પહોંચી હતી. AICTPL ટર્મિનલે 33.05 લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચતમ હેન્ડલિંગ કર્યું, જે પાછલા વર્ષના 31.49 લાખ કન્ટેનરના રેકોર્ડને વટાવી ગયું હતું. ઉપરાંત લિક્વિડ ટર્મિનલે 8.73 MMT કાર્ગોનું સંચાલન કર્યું, જે નાણાકીય વર્ષ 2010-11 પછીનું સૌથી વધુ વોલ્યુમ છે. SPRHએ 16.17 લાખ કન્ટેનરનું સર્વકાલીન ઉચ્ચ થ્રુપુટ હાંસલ કર્યું હતું. મુન્દ્રા પોર્ટ રેલ્વે સર્વિસીસ દ્વારા 20,578 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે અગાઉના 20,149ના રેકોર્ડને વટાવી ગયું હતું.

માર્ચ 2025માં બંદરેથી 59 ટ્રેન ડિસ્પેચ કરી, જે સપ્ટેમ્બર 2024માં કરેલ 52 ટ્રેનના તેના અગાઉના રેકોર્ડને વટાવી ગયા હતું. ઉપરાંત વેસ્ટ બેસિને ફક્ત માર્ચ 2025 માં 3.76 MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું, જે નાણાકીય વર્ષનો સૌથી વધુ માસિક વોલ્યુમ છે. મુન્દ્રાએ જહાજ MV AMIS RESPECT (60,489.4 MT)નું માત્ર 17 કલાકમાં સૌથી ઝડપી ડિસ્ચાર્જ હાંસલ કર્યું, બલ્ક કાર્ગો હેન્ડલિંગમાં ગતિ અને કાર્યક્ષમતા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો. દરેક સેગમેન્ટે ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે જેણે સામૂહિક રીતે 200 MMT કાર્ગો હેન્ડલિંગના આંકને પાર કરી દીધું છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન જે પડકારજનક વૈશ્વિક વેપાર વાતાવરણનો સામનો કર્યો હતો તેને ધ્યાનમાં રાખીને અદાણી પોર્ટની મુન્દ્રા સફળતા વધુ નોંધપાત્ર છે. વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ, વેપાર પ્રવાહને વિક્ષેપિત કરનારા વધતા ટેરિફ અને સતત ચાલુ સંઘર્ષો અને અન્ય દેશોની આર્થિક અસ્થિરતાને કારણે બહારની સપ્લાય ચેઇનમાં ઉથલપાથલ સહિત નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડ્યો, છતાં, અદાણી પોર્ટસ વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું હતું, પ્રતિકૂળતાનો સામનો કરીને તેની સ્થિતિ સ્થાપકતા અને અનુકૂલન ક્ષમતા સાબિત કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution